શું દિવાળીના ફટાકડાથી વધે છે પ્રદૂષણ? ફટાકડા અંગે શું છે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ ? જાણો

    0
    10

    દિવાળી આવી ગઈ છે અને દર વર્ષની જેમ ચર્ચા શરૂ થઈ ગઈ કે ફટાકડા ફોડવાથી એર પોલ્યુશન વધે છે. કેટલાક લોકો તેની વિરુદ્ધ પણ છે અને તેને ધર્મ અને પરંપરા સાથે જોડીને ફટાકડા ફોડવાની આવશ્યકતા ગણાવી રહ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ એર પોલ્યુશન વધતું જોઈને દિલ્હી-એનસીઆરમાં 9થી 30 નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ દેશમાં જે-જે રાજ્યમાં એર ક્વોલિટી ખરાબ છે, ત્યાં પણ ફટાકડા વેચવામાં નહીં આવે.

    સવાલ ઊઠે છે કે શું પોલ્યુશન માટે દિવાળીના ફટાકડા જ જવાબદાર છે? ફટાકડા ફોડવા પર શું કહે છે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ? આવો સમજીએ છીએ…

    કેવી રીતે ખબર પડે છે કે હવામાં પોલ્યુશન વધી ગયું છે?
    હવા કેટલી ખરાબ કે સારી છે, એને એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)થી માપવામાં આવે છે. એક્યુઆઈ જ્યારે 0થી 50 વચ્ચે હોય છે તો તેને ‘સારું’ માનવામાં આવે છે. જ્યારે 51થી 100 વચ્ચે હોય છે તો ‘સંતોષજનક’, જ્યારે 101થી 200 વચ્ચે હોય છે તો ‘મોડરેટ’, 201થી 300 વચ્ચે હોય તો ‘ખરાબ’ અને 301થી 400 વચ્ચે હોય તો ‘ખૂબ ખરાબ’ માનવામાં આવે છે. જ્યારે 401થી 500 વચ્ચે રહે તો ‘ગંભીર’ માનવામાં આવે છે. ગુરુંવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 326 નોંધાયો. આ અગાઉના મુકાબલે સુધર્યો છે, પરંતુ અત્યારે પણ અહીં હવા ‘ખૂબ ખરાબ’ છે.

    કેવી રીતે ખબર પડે છે કે હવા ખરાબ થઈ રહી છે?
    એ સમજવું કોઈ રોકેટ સાયન્સ નથી. હવામાં નાના-નાના કણ હોય છે. વાળથી પણ 100 ગણા નાના, જેમને પીએમ 2.5 કહે છે. પીએમ એટલે પાર્ટિક્યુલેટ મેટર. જ્યારે આ નાના-નાના કણ હવામાં વધી જાય છે તો હવા ખરાબ થવા લાગે છે. પીએમ 2.5નો અર્થ છે 2.5 માઈક્રોન કણ. માઈક્રોન એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ કે 1 મિલિમીટરનો 1 હજારમો ભાગ. હવામાં જ્યારે આ નાના કણોની સંખ્યા વધે છે તો વિઝિબિલિટી પ્રભાવિત થાય છે. આ કણ આપણા શરીરમાં જઈને લોહીમાં ભળે છે. એનાથી અસ્થમા અને શ્વાસમાં મુશ્કેલી જેવી બીમારીનું જોખમ વધી જાય છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020ના પ્રમાણે, 2019માં આપણા દેશમાં 1.16 લાખથી વધુ નવજાત બાળકોનાં મોતનું કારણ ખરાબ હવા જ હતી, જ્યારે આ વર્ષે 16.7 લાખથી વધુ લોકોના જીવ ગયા હતા.

    દિલ્હીમાં દર વર્ષે દિવાળીના સમયે જ શા માટે હવા ખરાબ થાય છે?
    એનાં મોટાં બે કારણ છે. પ્રથમ જે પ્રાકૃતિક છે અને બીજું આપણે પોતે. પ્રથમ વાત તો કુદરતી કારણની. સપ્ટેમ્બરમાં ચોમાસાની ઋતુ સમાપ્ત થવાથી હવાની દિશા બદલાઈ જાય છે. ઓક્ટોબરના અંત સુધીમાં તાપમાન ઓછું થવા લાગે છે, ભેજ વધવા લાગે છે અને હવાની સ્પીડ ઓછી થઈ જાય છે. એનાથી હવામાં આ પ્રદૂષિત કણ જમા થઈ જાય છે, જે એર ક્વોલિટી ખરાબ કરે છે. બીજું, આપણે ખુદ. દિલ્હીમાં 1 કરોડથી વધુ કાર છે, જે મુંબઈ અને કોલકાતાથી પણ ખૂબ વધારે છે.

    એક અનુમાન પ્રમાણે, દિલ્હીમાં દરરોજ 1400 કાર વેચાય છે. આ કારમાંથી ધુમાડો નીકળે છે, જે હવા ખરાબ કરે છે. એ ઉપરાંત આ મોસમમાં જ પંજાબ અને હરિયાણાના ખેડૂતો સૂકા ઘાસને સળગાવે છે. ગત વર્ષે તેનો જોરદાર વિરોધ થયો હતો. આ બધું હવા ખરાબ કરવાનાં કારણ બને છે.

    હવે વાત હવા ખરાબ કરવામાં ફટાકડા કેટલા જવાબદાર?
    જ્યારે દિલ્હીમાં હવા ખરાબ થવાનાં આટલાં બધાં કારણ છે, તો એના માટે ફટાકડાને કેટલા જવાબદાર માનવામાં આવે? ફેબ્રુઆરી 2018માં યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાઈનાન્સ એન્ડ પોલિસીએ દિલ્હીની ખરાબ હવા પર ફટાકડાની અસર પર એક રિસર્ચ છપાયું હતું. તેના માટે 2013થી 2016 સુધીનો ડેટા લેવામાં આવ્યો હતો. આ રિસર્ચ પ્રમાણે, દિવાળીના આગામી દિવસે દિલ્હીમાં દર વર્ષે પીએમ2.5ની માત્રા 40% સુધી વધી. જ્યારે દિવાળીના દિવસે સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા વચ્ચે પીએમ2.5માં 100 ટકાનો વધારો થયો.

    કેન્દ્ર સરકારની એજન્સી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ માને છે કે ફટાકડામાંથી 15 તત્ત્વો એવાં નીકળે છે જે માણસ માટે ખતરનાક અને ઝેરીલાં હોય છે. ગત વર્ષે દિવાળી પર એક્યુઆઈ લેવલ 368 રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જે 2018ના મુકાબલે ઘણું ઉત્તમ હતું. 2018ની દિવાળી પર એક્યુઆઈ 642 પર પહોંચી ગયું હતું. 2017માં આ 367 અને 2016માં 425 પર હતું.

    શું ફટાકડા ફોડવા પ્રતિબંધિત છે? શું છે એના અંગે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ

    • 2018માં સુપ્રીમ કોર્ટે ફટાકડા અંગે ગાઈડલાઈન્સ જારી કરી હતી. કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ તો નહોતો લગાવ્યો પણ કહ્યું હતું કે માત્ર ઈકો-ફ્રેન્ડલી ફટાકડા જ ફોડી શકાશે. જો કોઈ ઈકો-ફ્રેન્ડલી ફટાકડા ઉપરાંત કોઈ અન્ય ફટાકડા સળગાવે છે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
    • મોટા અવાજવાળા ફટાકડાનું વેચાણ નહીં થાય. કેવળ ગ્રીન અને સેફ ફટાકડા જ વેચવામાં આવશે. ફટાકડા પણ માત્ર લાઇસન્સધારી દુકાનદાર જ વેચી શકે છે.
    • જો કોઈ વિસ્તારમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થાય છે, તો તેના જવાબદાર એ વિસ્તારના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને માનવામાં આવશે.
    • દિવાળીના દિવસે રાતે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાય છે. ક્રિસમસ અને ન્યૂ યરના દિવસે રાતે 11.55થી 12.30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here