શું વાત છે / કોરોનાકાળમાં પણ એક પ્લેટ બિરીયાની માટે અહીં લાગે છે દોઢ કિલોમીટર લાંબી લાઇન, જાણો શું છે કારણ

0
111

તમને ખબર છે ભારતીયોને વિદેશમાં કેમ નથી ફાવતું, કારણકે ભારતીયો સ્વાદના ચટાકાના શોખીન હોય છે અને ખાવા માટે તે કંઇ પણ કરી શકે. આ લાઇનને સાર્થક કરતો એક કિસ્સો કર્ણાટકમાં બન્યો છે. જ્યાં બિરીયાની ખાવા માટે લોકોએ દોઢ કિલોમીટર લાંબી લાઇન લગાવી હતી.

  • સવારે 4 વાગ્યાથી લાગે છે લાઇન
  • શહેરમાં સૌથી સ્વાદિષ્ટ બિરીયાની
  • કોરોના વચ્ચે પણ ખાવા માટે લાઇન

બિરીયાની ખાવાના શોખીનો એક અલગ કક્ષામાં આવે છે, અને તેના માટે તે કંઇ પણ કરી છૂટે છે. કર્ણાટકમાં એક જગ્યાએ લોકો સવારે 4 વાગ્યા પહેલાથી લાઇનમાં ઉભા રહી ગયા હતા અને પોતાનો વારો આવે તેની રાહ જોવા લાગ્યા હતા. 

કેમ લાગી લાઇન
બિરીયાનીની આ દુકાન વિશે કહેવામાં આવે છે કે ત્યાં શહેરની સૌથી ટેસ્ટી બિરીયાની મળે છે. એક ગ્રાહકે જણાવ્યું કે તે, સવારે 4 વાગે પહોંચ્યો પરંતુ તેને તેનો ઓર્ડર સવારે સાડા 6 વાગે મળ્યો હતો. કારણકે ત્યાં ખૂબ મોટી લાઇન હતી. બિરીયાનીનો સ્વાદ તમને લાંબી લાઇનમાં ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રકારની બિરીયાની શહેરમાં બીજે ક્યાંય નથી મળતી. 

1 હજાર કિલોથી વધારે બિરીયાનીનું વેચાણ
દુકાનના માલિકના જણાવ્યા પ્રમાણે, તેમણે આ સ્ટોલ 22 વર્ષ પહેલા શરૂ કર્યો હતો. તેમની બિરીયાનીમાં કોઇ પણ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી થતો. એક દિવસમાં 1 હજાર કિલોથી વધારની બિરીયાનીનું વેચાણ કરે છે. થોડા દિવસ પહેલા જ આ સ્ટોલનો વીડિયો વાયરલ થયો હતો. 


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here