શું શિયાળામાં વધુ ખતરનાક બનશે કોરોના વાયરસ? જાણો શું છે હકીકત

0
56

કોરોના વાયરસ ઉનાળામાં ખત્મ થઇ જશેની આશાઓ વચ્ચે હવે વરસાદની સીઝન પણ પૂરી થઇ ગઇ. આવી સ્થિતિમાં હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શિયાળામાં SARC-COV-2 કેવો રંગ દેખાડશે? જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તો સ્પષ્ટતા કરી ચૂકયું છે કે કડકડતી ઠંડીમાં કોરોના વાયરસ મરવાની સંભાવના બિલકુલ નથી, પરંતુ તાપમાનની અસરને લઇ નિષ્ણાતોના મંતવ્ય હજુ પણ સામે આવી રહ્યા છે.

મોટાભાગના સીઝનલ વાયરસ ઠંડીની સીઝનમાં સક્રિય થઇ જતા હોય છે. ઉદાહરણ તરીકે વિશ્વના ઘણા ભાગોમાં શિયાળામાં ઈન્ફલ્યુએન્ઝાનો પ્રકોપ વધી જાય છે. ચો અત્યારે ભારત અને સમાન જળવાયુવાળા બીજા ક્ષેત્રોમાં મોનસૂન જતા જ શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. જો કે કોવિડ-19ના ટ્રેન્ડમાં હજી સુધી કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.

વાયરસના લીધે થનાર ખાસ કરીને શ્વસનતંત્રથી સંબંધિત બીમારીઓ ઠંડા તાપમાનમાં વધી જાય છે. આ ટ્રેન્ડ આખી દુનિયાનો છે. આ જ કારણ છે કે ફ્લૂ વાયરસના લીધે સૌથી વધુ મોત શિયાળામાં જ થાય છે. એવામાં નિષ્ણાતો આશંકા વ્યકત કરી રહ્યા છે કે શિયાળામાં કોરોના વાયરસ વધુ વિકળા રૂપ ધારણ કરી શકે છે. જો કે હજુ સુધી તાપમાન સાથેના તેના કોઇ સંબંધ સામે આવ્યા નથી. એટલે કે તાપમાનમાં વધ-ઘટ થવાની કોરોનાનું સંક્રમણ વધ્યું કે ઘટ્યું એવી કોઇ નિશાની દેખાઇ નથી.

કેટલાક નિષ્ણાતો માને છે કે છ ઋતુઓનો દેશ ભારતમાં જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ઈન્ફલ્યુએન્ઝાનો પ્રકોપ વધી જાય છે નહીં કે શિયાળામાં. આવી સ્થિતિમાં આગામી મહિનાઓમાં કોવિડ-19નો પ્રકોપ વધવાની શકયતા ઓછી દેખાય છે, પશ્ચિમી દેશોમાં કડકડતી ઠંડીના લીધે લોકો ઘરમાં રહે છે. એવામાં એક જ જગ્યા પર રહેનાર લોકોની વચ્ચે વાયરસ ફેલાવાનો ખતો વધી જાય છે.

વાયરોલોજિસ્ટના મતે ભારતના પરિપ્રેક્ષ્યમાં આવું નથી. તેમનું કહેવું છે કે ભારતમાં શિયાળામાં પણ મોટાભાગે ઘરથી બહાર લોકો નીકળે છે અને અહીંના ઘરોમાં હવાની અવરજવરની શ્રેષ્ઠ વ્યવસ્થા છે. 2009થી H1N1 સ્વાઇન ફ્લૂ વાયરસને ઝીલી રહેલા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોનસૂન અને શિયાળામાં નજીવી વૃદ્ધિ દેખાઇ શકે છે. પરંતુ ત્યાં પણ મોનસૂનના મુકાબલામાં શિયાળામાં અડધી વૃદ્ધિ થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here