સંક્રમિતોનું પ્રિસ્ક્રિપ્શન દેખાડી કોરોનાની દવા લેનાર અને આડેધડ ઉકાળા પીનાર માટે લાલબત્તી સમાન કિસ્સા

0
57

વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી લાગે છે. એવમાં લોકોને હવામાન બદલાતા બીમાર પડી રહ્યા છે. પરંતુ કોરોના મહામારીનો ડર એવો છે કે તાવ આવતા જ લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. એટલે સુધી કે કેટલાંક લોકોમાં કોવિડ-19નો એટલો ખોફ છે કે તેઓ કોરોના સંક્રમિતોની લખી આપેલી દવા ડૉકટરની સલાહ વગર જાતે લઇ રહ્યા છે. જો કે દવાના કારણે ઉલટી, જીવ ગભરાતા લોકો દોડી-દોડીને ડૉકટર્સ પાસે જઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દવાના કાગળિયા પરથી દવા

કેટલાંક લોકો એવા પણ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દવાના કાગળિયા પર વિશ્વાસ કરી રહ્યા છે. મેડિકલ સ્ટોર્સ પર વિટામિનની ટેબલેટ કે કેપ્સૂલ લેનાર લોકો પહોંચી રહ્યા છે. જો કે લોકો કોરોનાથી બચવા માટે આ કોશિષ કરી રહ્યા છે પરંતુ તેનાથી નુકસાન વધુ થઇ રહ્યું છે.

ડૉકટરની સલાહ વગર લઇ રહ્યા છે દવા

લોકો ડૉકટરની સલાહ વગર વિટામિન ઇ,સી અને ડીની ગોળીઓ ખાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ફિઝિશન ડૉ.નવીન કુમારે કહ્યું કે હાલના દિવસોમાં ઘણા બધા એવા દર્દીઓ આવી રહ્યા છે જેમને ઉલટી કે જીવ ગભરાવાની મુશ્કેલી થઇ રહી છે. આ લોકો એ કહ્યું કે કોરોનાથી બચવા માટે વિટામિનની ગોળીઓ ખાઇ રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોને તમને આ દવા ખાવાની સલાહ આપી તો તેમનો જવાબ ચોંકાવનારો હતો. તેમણે કહ્યં કે કોઇ પાડોશીઓએ તો કોઇએ સંબંધીઓએ આ દવા ખાવાનું કહ્યું હતું કે આ ખાવાથી કોરોના થશે નહીં. આ લોકોએ વિટામિન ડીનો એક્સેસ ડોઝ લીધો તેના લીધે આ મુશ્કેલી ઝીલવી પડી.

લીવર સંબંધિત મુશ્કેલી

આ જ રીતે હાલમાં લીવરની બીમારીવાળા દર્દીઓની પણ સંખ્યા વધી ગઇ છે. આ લોકો પણ ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક કે એલોપેથી ડૉકટર્સની સલાહ વગર બજારમાં વેચાતા હર્બલ અને આર્યુવેદિક ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેના લીધે લીવરમાં મુશ્કેલી પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here