સંવત ૨૦૭૬માં શેરબજારમાં સૌથી મોટું પરિબળ કોવિડ-૧૯ બની રહ્યું હતું. ચીન ખાતે બહાર આવેલી બીમારીએ જોતજોતમાં સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું અને બજારો એક મહિના માટે પત્તાંના મહેલની માફ્ક તૂટી પડયાં હતાં. જોકે અગ્રણી મધ્યસ્થ બેંક્સે પૂરા પાડેલા લિક્વિડિટીના સપોર્ટ પાછળ બજારોને સપોર્ટ સાંપડયો હતો અને જોતજોતામાં તેઓએ ફરી તેમના કોવિડ-૧૯ અગાઉના સ્તરો પરત મેળવ્યાં હતાં. બેન્ચમાર્ક્સ ભલે તેમના જૂના સ્તરે પરત ર્ફ્યાં હોય પરંતુ મોટા પ્રમાણમાં ચર્નિંગ જોવા મળ્યાં હતાં. અંતિમ બે કેલેન્ડરમાં અન્ડરપર્ફોર્મર્સ દર્શાવનારા ક્ષેત્રો આઉટપર્ફોર્મર બન્યાં હતાં. જ્યારે જેઓ સારી કામગીરી દર્શાવી રહ્યાં હતાં તેમના પર ઓચિંતી બ્રેક લાગી હતી. એ રીતે ૨૦૭૬માં હેલ્થકેર અને ઇર્ન્ફ્મેશન ટેક્નોલોજી સૂચકાંકોએ શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. જ્યારે પીએસયુ અને કેપિટલ ગુડ્ઝનો દેખાવ નબળો રહ્યો હતો.
બીએસઈ હેલ્થકેર ઇન્ડેક્સ ૫૩.૭ ટકા સાથે દેખાવમાં ટોચ પર રહ્યો હતો. જ્યારબાદ આઈટી સેક્ટરનો બેન્ચમાર્ક ૪૮.૨ ટકા ઊછળ્યો હતો. કોવિડ-૧૯માં ટેલિકોમ સર્વિસના વધેલા ઉપયોગ પાછળ બીએસઈ ટેલિકોમ ઇન્ડેક્સે પણ ૨૩ ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હતું. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ એન્ડ ગેસ અને કેપિટલ ગુડ્ઝ ૧૬ ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં.
નિફ્ટી-૫૦માં સર્વોચ્ચ દેખાવ દર્શાવનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબોરેટરીઝ ટોચ પર હતો. કાઉન્ટરે સંવત દરમિયાન ૯૫ ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. બલ્ક ડ્રગ્ઝ ઉત્પાદક કંપનીને ચીન સાથેના ઘર્ષણને કારણે સારો લાભ થઈ રહ્યો છે. આઈટી અગ્રણી ઇન્ફોસિસે પણ સારો દેખાવ દર્શાવ્યો હતો. એ સિવાય ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને સિપ્લા જેવા ફાર્મા કાઉન્ટર્સે પણ ઊંચું રિટર્ન નોંધાવ્યું હતું. આનાથી ઊલટું પીએસયુ કાઉન્ટર્સ સતત ઘસાતાં રહ્યાં હતાં. ઊંચા ડિવિડન્ડ યિલ્ડ આપતાં કાઉન્ટર્સ છતાં તેઓ તેમના ૨૦ વર્ષના તળિયા પર જોવા મળ્યા હતાં. જેમાં ઓએનજીસી મુખ્ય છે.
શેરનો ભાવ રૂ. ૫૨ના સ્તરે જોવા મળ્યો હતો. ઇન્ડિયન ઓઇલ અને કોલ ઇન્ડિયાએ પણ ખરાબ દેખાવ દર્શાવ્યો હતો. ખાનગી ક્ષેત્રની બેંક ઇન્ડસઇન્ડનો શેર પણ રૂ. ૧,૯૦૦ની ટોચથી તૂટી રૂ. ૩૦૦ની નીચે ઊતરી ગયો હતો અને તેણે બજારને ખૂબ મોટી નેગેટિવ સરપ્રાઇઝ આપી હતી.
કોવિડ-૧૯ જેવી કટોકટીએ આઈટી ક્ષેત્ર માટે નવી બિઝનેસ તકો ખોલી આપી હતી અને ફાર્મા બાદ તેઓ બીજા ક્રમે સારો દેખાવ દર્શાવી શક્યાં હતાં. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજી જેવા કાઉન્ટર્સે ઓક્ટોબર મહિનામાં તેમની નવી ટોચ દર્શાવી હતી મિડ-કેપ આઈટી કાઉન્ટર્સ જેવાકે માઈન્ડટ્રી ટેક્નોલોજી, ઇન્ફો એજ વગેરેમાં પણ તેમની સર્વોચ્ચ સપાટી જોવા મળી રહી હતી. જોકે બ્રોકરેજ કંપનીઓ હવે આઈટી અને હેલ્થકેર ક્ષેત્રે ઊંચા વેલ્યુએશન્સને જોતાં આ ક્ષેત્રે એક્સ્પોઝરમાં કાપ મૂકી રહી છે. ક્રેડિટ સ્વીસ અને નોમૂરાએ આઈટી અને ફાર્મા પર વેઇટેજ ઘટાડયું છે.
૨૦૭૬માં બેન્ચમાર્ક્સનો દેખાવ
બેન્ચમાર્ક્સ રિટર્ન(%)
સેન્સેક્સ ૧૧.૨૦
નિફ્ટી ૯.૮૦
બીએસઈ મિડ-કેપ ૧૦.૭૦
બીએસઈ સ્મોલ-કેપ ૧૮.૯૦
સેક્ટરલ સૂચકાંકોનો દેખાવ
બીએસઈ હેલ્થકેર ૫૩.૭૦
BSE ઈન્ફ્રર્મેશન ટેક્નોલોજી ૪૮.૨૦
બીએસઈ ટેલિકોમ ૨૩.૩૦
બીએસી ઇન્ફ્રા (-)૧૫.૧૦
બીએસઈ ઓઇલ એન્ડ ગેસ (-)૧૪.૭૦
બીએસઈ કેપિટલ ગુડ્ઝ (-)૧૩.૪૦