સગીરો પાસે અર્ધનગ્ન અવસ્થામાં પરેડ કરાવાઇ

0
109

-નાગપુરની પોલીસ ટીમ સામે પગલાં લેવાશે

-શરાબના બારમાં ચોરી કર્યાનો આક્ષેપ હતો, પોલીસે મારપીટ પણ કરી

નાગપુર તા.10 ઓક્ટોબર 2020 શનિવાર

મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની નાગપુરમાં પોલીસે જુવેનાઇલ અપરાધી ગણાયેલા સગીર કિશોરો પાસે અર્ધનગ્ન અવસ્થામાં પરેડ કરાવી હોવાની અને મારપીટ કરી હોવાની ફરિયાદ ચર્ચાનું નિમિત્ત બની હતી.

નાગપુરના વરિષ્ઠ પોલીસ ઇન્સપેક્ટર ખુશાલ તિજારે, એએસઆઇ વિજય ધૂમાલ અને પાંચ કોન્સ્ટેબલેા સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. નોર્થ નાગપુરના જરીપટકા પોલીસ સ્ટેશનમાં બનેલા આ બનાવે ચકચાર જગાડી હતી. આ તમામ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવશે. આ કિશોરોની ઓળખ કરવા માટેના પ્રયાસો પણ થઇ રહ્યા હતા.

આ કિસ્સાની વિગતો એવી છે કે 23 સપ્ટેંબરે સાંજે પાંચેક કિશોરો તલવાર અને બીજાં  હથિયારો સાથે જરીપટકા વિસ્તારના એક બારમાં ગયા હતા અને શરાબ પીવા બેઠાં હતાં. આ પાંચેપાંચ કિશોરો ગુનાહિત રેકર્ડ ધરાવતા હતા. બારના માલિક સંજય પાટિલ અને વેઇટર્સ સાથે આ કિશોરોની કોઇ વાતે ખટપટ થઇ ગઇ. દરમિયાન પાટિલ કશાક કામે બહાર ગયા ત્યારે બારમાંથી રોકડ રકમ ચોરી લીધી હતી. 

આ ઘટના સીસીટીવીમાં નોંધાઇ ગઇ હતી. એને આધારે પોલીસ ફરિયાદ થતાં ઇન્સપેક્ટર ખુશાલ તિજારે પોતાની ટુકડી લઇને ગયા હતા અને પાંચે અપરાધીની ધરપકડ કરી હતી. તેમને પોલીસ સ્ટેશને લાવીને અર્ધનગ્ન કરાયા હતા અને ત્યારબાદ શહેરની સડકો પર એમની પરેડ કરાવવામાં આવી હતી. રોડ પર ભીડ જામી ગઇ હતી અને કેટલાક લોકોએ આ ઘટનાનવી વિડિયો ક્લીપ બનાવી લીધી હતી. આ મુદ્દે પાછળથી હો હા થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here