સજા / રાજકોટમાં પહેલીવાર છેડતી કરનારા વિરૂદ્ધ થઇ આ મોટી કાર્યવાહી, આરોપીઓમાં ફફડાટ

0
81

થોડા દિવસો અગાઉ જ ચોમાસુ સત્રમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે કેટલાક કાયદાઓ પાસ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પાસા એક્ટનો કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ નવા કાયદા અંતર્ગત રાજકોટમાં છેડતી કરનારાઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

  • રાજકોટમાં છેડતી કરનારને  થશે હવે કડક સજા
  • છેડતી કરનાર આરોપીઓને પાસા હેઠળ ધકેલાયા 
  • રાજકોટમાં પહેલીવાર જાહેરમાં સિગરેટ ફૂંકનારને દંડ

રાજ્યમાં છેડતી, દુષ્કર્મ અને સતામણીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે છોકરીઓની છેડતી કરનારાઓ હવે ચેતી જજો નહીંતર કડક સજા થશે. આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે કાયદાઓને પણ મજબૂત કરવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં પાસા એક્ટ કાયદા હેઠળ રાજકોટમાં પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પ્રથમ મોટી કાર્યવાહીનું ઉદાહરણ પુરૂ પાડતા શહેર પોલીસે છેડતી કરનારા બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ ધકેલી દીધા છે. 

પાસાના નવા કાયદા બાદ પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં સંચાલિકા સાથે છેડતી થયાની ઘટના સામે આવી હતી. આ સંચાલિકાની ચાર શખ્સો દ્વારા જાહેરમાં બિભત્સ ઇશારાઓ અને એવા શબ્દો બોલીને છેડતી કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસે જૂનાગઢના વતની અને રાજકોટમાં વામ્બે આવાસ યોજનામાં રહેતા અનમોલ વાળા(ઉં.22) અને જામનગરના પીઠડીયા ગામના વતની કાળુ ઉર્ફે ચિરાગ મકવાણા(ઉં.24) સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. સરકાર દ્વારા પાસાના નવા કાયદા બાદ પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો છે જે સમગ્ર રાજ્ય માટે એક ઉમદું ઉદાહરણ બનશે અને આરોપીઓમાં ફફડાટ વધુ વ્યાપશે.

અગાઉ પણ 2 વ્યક્તિઓ વિરૂદ્ધ નોંધાઇ ચૂકી છે ફરિયાદ

બન્ને પૈકી અનમોલ સામે મારામારી, ચોરી, નિર્લજ હુમલો કરવાના ત્રણ ગુનાઓ તેમજ કાળુ સામે IT એક્ટ તથા નિર્લજ હુમલા કરવાના બે ગુના નોંધાઈ ચૂક્યા હોવાથી સી.પી. DCP મનોહરસિંહ જાડેજાની સુચના આધારે નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. મંજૂરી આધારે અગાઉ પણ પાસામાં જઈ આવેલા અનમોલને ભુજ તથા કાળુને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયા છે. ત્યારે પોલીસે મોલમાં વેપારીઓ તથા ખાનગી સિક્યુરીટીના માણસો સાથે મિટીંગ કરી હતી. જેમાં આવા કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી.

રાજકોટમાં પહેલીવાર જાહેરમાં સિગરેટ ફૂંકનારને દંડ

રાજ્યમાં પહેલીવાર જાહેરમાં સિગરેટ ફૂંકનાર સામે દંડ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે જાહેરમાં સિગરેટ ફૂંકતા યુવક પર કાર્યવાહી કરી છે. જેમાં માસ્ક ઉતારીને સિગરેટ પીનાર મનીષ ચૌધરી નામના 42 વર્ષના શખ્સ પાસેથી જાહેરમાં સિગરેટ પીવાના 200 રૂપિયા અને માસ્ક નહીં પહેરવાના 1000 રૂપિયા આમ કુલ મળીને 1200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના બાદ સમગ્ર શહેરના વ્યસનીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here