સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નવા પ્રોજેકટસ મૂલ્યની દ્રષ્ટિએ 82 ટકા નીચા

0
89

– કંપનીઓ માલસામાનની માંગ કરતા વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે

વ્યાજ દરમાં ઘટાડો કરી નવા ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવાના સરકાર એક તરફ પ્રયાસ કરી રહી છે પરંતુ પ્રાપ્ત આંકડા પર નજર નાખવામાં આવતા જણાય છે કે વ્યાજ દરમાં ઘટાડો કરવાની રિઝર્વ બેન્કની કવાયત ખાસ ફળીભૂત થઈ નથી.

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશમાં નવા પ્રોજેકટસ શરૂ કરવાની માત્રા મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૮૧.૯૦ ટકા નીચી રહી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂપિયા ૦.૫૯ ટ્રિલિયનના નવા પ્રોજેકટસ જોવા મળ્યા હતા જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૮૧.૯૦ ટકા નીચા છે. જુન ત્રિમાસિક ગાળામાં રૂપિયા ૦.૬૯ ટ્રિલિયનના નવા પ્રોજેકટસ હાથ ધરાયા હતા એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકાનોમીના આંકડા જણાવે છે. 

કોરોનાને કારણે દેશમાં ૨૫મી માર્ચથી લોકડાઉન લાગુ કરાયું હતું જે ૮ જુનથી તબક્કાવાર ઉઠાવી લેવાનું શરૂ થયું છે. 

નવા પ્રોજેકટસ સંદર્ભમાં ખાસ પ્રવૃત્તિ જોવા મળતી નથી. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બાંધકામ તથા અન્ય પ્રોજેકટસમાં કામકાજ મંદ રહે છે પરંતુ વર્તમાન વર્ષમાં સ્થિતિ સાવ જ ધૂંધળી જોવાઈ રહી હોવાનું એક રેટિંગ એજન્સીના સુત્રોએ જણાવ્યું હતું. 

માગને પહોંચી વળવા મોટાભાગની કંપનીઓ પાસે જરૂર કરતા પણ વધુ માલસામાન સ્ટોકસમાં પડયો છે. આનો અર્થ તેઓ વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવા ખાસ ઉત્સાહી નથી. કંપનીઓ નવા ઈન્વેસ્ટમેન્ટ ત્યારે જ કરવાનું વ્યવહારુ સમજે છે જ્યારે ક્ષમતા ઉપયોગીતાનું સ્તર ૮૦ ટકા કે તેનાથી ઉપર હોય. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here