સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ચણાનું વિપુલ વાવેતર કરાયું, 95 ટકા ચણાની ખેતી થાય છે

0
69

સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. 

સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદરના ઘેડ અને અમદાવાદના ભાલના કારણે ચણાનું વધું વાવેતર અને ઉત્પાદન થાય છે. આ સમયે મોટાભાગે 2300 હેક્ટર વાવેતર થઈ ગયું હોય છે પણ આ વર્ષે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં 21000 હેક્ટર વાવેતર થઈ ગયું છે. જે સરેરાશ 2.92 લાખ હેક્ટરના વાવેતરની સામે જંગી વાવેતર થવાની ધારણા છે. 

સારા વરસાદ અને સારા ભાવના કારણે આમ થયું છે. જોકે, આનો લાભ ખેડૂતે કે સામાન્ય ગ્રાહકને મળશે કે નહીં તે સવાલ છે. આમ જોઇએ તો ભજિયા, ગાંઠિયા, ખમણ સસ્તા થવા જોઇએ. ચણા પકવવામાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો સૌથી આગળ છે. 2018-19માં 37344 હેક્ટરમાં ચણા વાવેલા હતા. જે ગુજરાતના કુલ વાવેતર સામે 21.59 ટકા થાય છે. 

અમદાવાદમાં નળકાંઠા, વિરમગામ અને ભાલ પ્રદેશના કારણે આગળ છે. જોકે જુનાગઢના ઘેડ વિસ્તારના કારણે 64 હજાર ટન ચણા પેદા કરીને સમગ્ર ગુજરાતમાં પહેલા નંબર પર છે. ગુજરાતના કુલ ઉત્પાદન માંથી અમદાવાદ 28 ટકા ચણા પકવે છે. 

અમદાવાદમાં ઘઉં પછીનો બીજા નંબર પર ઉગાડાતો પાક ચણાં છે. ઉત્પાદનમાં બીજો નંબર દાહોદનો છે. જો રાજ્યના 18 ટકા ચણા પકવે છે.  બીજા નંબર પર દાહોદ 33188 હેક્ટર વાવેતર કરીને ગુજરાતનું 19.19 ટકા વાવેતર કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here