સરકારી અનાજના કાળા બજાર કરતો રેશનીંગ નો દુકાનદાર ઝડપાયો

0
121

કારેલીબાગ આનંદ નગર હાઉસિંગ બોર્ડના મકાનમાં ની દુકાન ધરાવતો વેપારી સરકારી અનાજના કાળા બજાર કરતા ઝડપાઈ ગયો છે ડીસીબી પોલીસે 50 કિલો ઘઉં અને ૨૫ કિલો ચોખાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

DCB પોલીસને માહિતી મળી હતી કે હાઉસિંગ બોર્ડના મકાનમાંનો દુકાન ચલાવતો ડિપેન્ડ રજનીકાંત પટણી ગરીબો માટે ફાળવવામાં આવેલા સરકારી અનાજનો કાળા બજાર કરે છે જેથી જીસીબી ની ટીમે આજરોજ તેની દુકાન અને દુકાનની બાજુમાં આવેલી તેની બીજી દુકાન માં રેડ પાડી હતી તેની દુકાનમાં થી 50 કિલો ઘઉંનો જથ્થો કિંમત રૂ 21600 તથા 25 કિલો ચોખા કિંમત રૂપિયા 6300 ના મળી આવ્યા હતા.

આ ઉપરાંત તેની પાસેથી કોટડા સીલ કરવા માટેનું મશીન પણ મળી આવ્યું હતું જે મશીન પણ પોલીસે જપ્ત કર્યું છે સરકારી અનાજના કાળા બજાર વેપારી કેટલા સમયથી કરતો હતો કઈ કઈ દુકાન માં સપ્લાય કરતો હતો આ બનાવમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here