સરકારી કર્મચારીઓની યોજનાથી દેશની તિજોરી પર 40 હજાર કરોડનો બોજો

0
97

– સ્કીમ્સનો લાભ મેળવવાને પાત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૩૫ લાખ

કોરોનાવાઈરસને કારણે અસર પામેલા ઉપભોગ ખર્ચમાં વધારો કરવાના પ્રયાસરૂપ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલી સ્કીમ્સથી  દેશની રાજકોષિય ખાધ વધીને જીડીપીના ૯.૫૦ ટકા પર પહોંચવા એસબીઆઈના એક રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. 

સરકારી કર્મચારીઓ માટે જાહેર કરાયેલી નવી સ્કીમ્સથી દેશની તિજોરી પર રૂપિયા ૪૦,૦૦૦ કરોડનો  વધારાનો બોજો પડવાનો અંદાજ છે. 

આગામી તહેવારોની મોસમ દરમિયાન સરકારી કર્મચારીઓ વધુ નાણાં ખર્ચે અને માગમાં રિકવરી થાય તે માટે નાણાં પ્રધાને એલટીસી કેશ વાઉચર તથા ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ્સની જાહેરાત કરી છે.

ભાડાંની રકમના ત્રણ ગણી રકમ જેટલા માલસામાનની ખરીદી પર લાગનારા જીએસટીના હિસ્સાને સરકાર નહીં ચૂકવે તો આ સ્કીમ્સ સફળ નહીં રહે. કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કોએ જીએસટીનો હિસ્સો પણ ભોગવવાની તૈયારી બતાવી છે. કર્મચારીઓએ ૧૨ ટકા કે તેથી વધુના જીએસટીના દર લાગુ થતા હોય તેવા માલસામાન કે સેવાની ખરીદી કરવાની રહેશે. 

સરકારે જાહેર કરેલી સ્કીમ્સનો લાભ મેળવવાને પાત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૩૫ લાખ જેટલી છે. એલટીસી કવર માત્ર કર્મચારીને જ નહીં પણ તેના પરિવારના સભ્યોને પણ મળે છે.

સરકારે જાહેર કરેલી બે સ્કીમ્સમાંથી ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમથી કદાચ માલસામાન માટેની માગમાં વધારો જોવા મળી શકે છે.    સરકારની નાણાંભીડથી બજાર સારી રીતે વાકેફ છે અને માગ તથા કન્ઝમ્પશન માટેના માલસામાન સંબંધિત કંપનીના સ્ટોકસમાં કોઈપણ વધારો ટૂંકજીવી નિવડશે. 

સરકાર દ્વારા જાહેર કરાયેલા પગલાંથી બજારને ખાસ પ્રોત્સાહન મળ્યું નથી. અર્થતંત્રમાં થયેલો સુધારો ટકી રહે તે બજાર માટે હાલમાં જરૂરી છે.  નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલા પગલાં ટૂંકા ગાળે ગતિ પૂરી પાડશે અને પછી ફસકી પડશે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

તહેવારોની મોસમ દરમિયાન માગમાં વધારો થાય તે માટે નાણાં પ્રધાને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એલાઉન્સિસના એડવાન્સ પાર્ટ પેમેન્ટસીની જાહેરાત કરી હતી.        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here