સરકારે આ કારણથી રદ્દ કર્યા 44 લાખ રાશન કાર્ડ, થયો છેતરપીંડીનો મસમોટો ખુલાસો

  0
  22

  સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDS) માંથી 43 લાખ 90 હજાર બનાવટી અને ગેરકાયદેસર રાશનકાર્ડ (Ration Card) રદ કર્યા છે. સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે જેથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ પાત્ર લાભાર્થીઓને સબસિડીવાળા અનાજનું વિતરણ કરી શકાય. ફૂડ મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે ડુપ્લિકેટ રેશન કાર્ડને માર્ક કરવું જરૂરી છે. 2013 પહેલા અહીં મોટી સંખ્યામાં બનાવટી અને ડુપ્લિકેટ રેશનકાર્ડ હતા. છેલ્લા સાત વર્ષોમાં સરકારે આ સિસ્ટમમાં છેતરપિંડી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

  અધિકારીએ જણાવ્યું હતું કે રાશનકાર્ડની ડિજિટલકરણ અભિયાનથી જાહેર વિતરણ પ્રણાલીને પારદર્શક બનાવવામાં અને કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું, “અયોગ્ય રાશનકાર્ડ્સ દૂર કરતી વખતે, અમે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિર્ધારિત કવરેજમાં નવા લાભાર્થીઓને ઉમેરતા રહીએ છીએ.”

  એક રિપોર્ટમાં એક અધિકારીને જણાવ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લગભગ 81.35 કરોડ લોકોને લાભ મળે છે. તે દેશની લગભગ બે તૃતિયાંશ વસ્તી છે. હાલમાં વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત લગભગ 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો મફત અનાજ મળી રહ્યું છે. સરકાર આ યોજનાને લંબાવી શકે છે. કોરોના વાયરસ રોગચાળાથી સર્જાયેલી પરિસ્થિતિ સામે લડવાની યોજના માર્ચ 2020 માં શરૂ કરવામાં આવી હતી.

  અધિકારીએ કહ્યું, ‘એનએફએસએ હેઠળ, અમે સબસિડી દરે 4.2 મિલિયન ટન અનાજનું વિતરણ કરીએ છીએ. તે ઘઉં માટે પ્રતિ કિલો 2 રૂપિયા અને ચોખા માટે 3 રૂપિયા દરે વહેંચવામાં આવે છે. આ ઉપરાંત, અમે દર મહિને PMGKAY હેઠળ 32 મિલિયન ટન મફત અનાજનું વિતરણ કરી રહ્યા છીએ. કોરોના સમયગાળામાં, આ વિતરણો બંને યોજનાઓ હેઠળ કરવામાં આવી રહી છે.

  કેન્દ્ર સરકાર ‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’ (One Nation One Ration Card Scheme) યોજના પર પણ ઝડપથી કામ કરી રહી છે જેથી પરપ્રાંતિય મજૂરને વહેલી તકે તેનો લાભ મળી શકે. આ યોજના હેઠળ પાત્ર વ્યક્તિ દેશના કોઈપણ ભાગમાં સરકારી સબસિડી દરે રાશન મેળવી શકશે. હજી સુધી, સરકાર આ યોજના હેઠળ રાષ્ટ્રીય પોર્ટેબિલિટી ક્લસ્ટર હેઠળ 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકસાથે લાવવામાં સફળ રહી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here