સરકાર કે રિઝર્વ બેંકે નહીં પણ સુપ્રિમ કોર્ટે 6 મહિનાનું વ્યાજ માફ કરી દીધું, હવે સરકાર બેંકોને વ્યાજ ચૂકવશે

0
77

લોકડાઉનમાં લોકોને આર્થિક રાહત આપવા માટે રિઝર્વ બેંકે લોનની EMI મુલતવી રાખવાની સુવિધા (મોરટોરિયમ) કરી હતી. આ સુવિધા ગયા માર્ચથી ઓગસ્ટ એટલે કે કુલ 6 મહિના સુધી હતી. 31 ઓગસ્ટ સુધી મોરટોરિયમનો લાભ લેનારા લોકોને હવે વધુ રાહત મળી છે. પહેલા 3 મહિના પછી 6 મહિના સુધી મુદત લંબાવી હતી. 6 મહિના સુધી લોનની હપ્તાની ચુકવણી નહીં થાય તો તે ડિફોલ્ટ માનવામાં આવશે નહીં. વ્યાજ ચૂકવવું પડશે.

સુપ્રીમ કોર્ટની કડકતા પછી સરકાર દ્વારા બેંક લોન અથવા ક્રેડિટ કાર્ડના મુદત પર વધારાના વ્યાજ પર રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે કે એમએસએમઇ, શિક્ષણ, ગૃહ, ઉપભોક્તા અને ઓટો લોન પર લાગુ કમ્પાઉન્ડ વ્યાજ માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર પણ આ વ્યાજ લેવાશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમારે લોકોની સમસ્યાઓ પણ જોવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here