સરદારનગરના કિડનીની બીમારીથી પીડાતા મીઠાઈના વેપારીનો આપઘાત

0
70

– ભાટ ગામે કેનાલમાં પડતું મૂક્યું, જાસપુરથી લાશ મળી

– વ્યાજખોરો ઉઘરાણી માટે દબાણ કરતા હોવાથી વ્યથિત રહેતા હોવાથી વેપારીએ આત્મહત્યા કર્યાની પણ ચર્ચા

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા અને હાંસોલની સોસાયટીમાં રહેતા વેપારીઅએ ગત ગુરૂવારે ભાટ નજીક કેનાલમાં પડતું મૂક્યા પછી શનિવારે રાત્રે તેની લાશ કલોલના જાસપુર વિસ્તારમાંથી કેનાલમાંથી જડી આવી હતી.

સાંતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી તેની લાશ મળી આવી હોવાથી ત્યાં કેસ નોંધાયો છે. આ વેપારીએ કીડનીની બીમારીથી ત્રાસીને આત્મહત્યુ કરી હોવાનું પોલીસ રૅકોર્ડમાં લખાવવામાં આવ્યું છે. 

પોલીસ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે 11મી ઓક્ટોબરે ગુરૂવારે સાંજે વેપારી સુરેશ પ્રહલાજરાય બલવાણી હાંસોલ ખાતે આવેલા નિલામણી ફ્લેટ ખાતેના તેમના રહેઠાણથી નીકળી ગયા હતા. 54 વર્ષના સુરજ બલવાણી ઘરેથી નીકળીને તેમના વાહનમાં જ હાંસોલ ખાતે કેનાલ સુધી ગયા હતા. કેનાલ પાસે જઈને તેમણે એકાએક જ પડતું મૂક્યું હતું.

ત્યારબાદ લગભગ 36 કલાક સુધી તેમનો કોઈ જ પત્તો જડયો નહોતો. જાસપુરના સાયફનના પાણીમાંથી તેમની લાશ મળી હતી. ગુરૂવારે બનેલી ઘટના પછી શનિવારે લાશ હાથ લાગી હતી. તેમની લાશ હાથ લાગ્યા બાદ તેમના પરિવાર જનોને કરવામાં આવેલી પૂછપરછમાં તેઓ કીડનીની બીમારીથી પીડાતા હોવાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

જોકે બજારમાં સુરેશ બલવાણી વ્યાજખોર શાહુકારોના ચક્કરમાં ફસાયા હોવાની ચર્ચા છે. તેમને માથે મોટી રકમનું દેવું થઈ ગયું હોવાની પણ ચર્ચા છે. તેમણે વ્યાજખોરો પાસેથી 3થી 5 ટકા માસિકના દરથી નાણાં ઊછીના લીધા હતા.

તેમાંથી કેટલાક નાણાં ટ્રાવેલિંગના બિઝનેસ સાથે સંકળાયેલા એક સ્વજનને પણ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નાણાંનું વ્યાજ ચૂકવતા ચૂકવતા તેઓ થાકી ગયા હોવાથી પણ તેમણે આ પગલું લીધું હોવાની ચર્ચા છે. ગુજરાત સરકારે શાહુકારો દ્વારા ઊંચા વ્યાજ વસૂલવા પર રોક લગાવતો કાયદો તૈયાર કર્યો હોવા છતાંય શાહુકારો દ્વારા ઉછીના નાણાં પર મહિને 3થી 5 ટકા વ્યાજની વસૂલી કરવામાં આવી રહી છે.

આ સંદર્ભમાં પોલીસ પણ કોઈ જ પગલાં લેતી નથી. કેટલાક પોલીસના પૈસા પણ શાહુકારોના હાથમાં ફરતાં હોવાથી પોલીસ પણ આ પ્રકારના કેસોમાં તપાસ બહુ ગંભારતાથી લેતા ન હોવાની પણ વેપારી વર્તુળોમાં ચર્ચા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here