સરહદે ચીનની સૈન્યની હાસ્યાસ્પદ હરકત, સૈનિકોને ‘સુંદર’ દેખાડવા અજમાવ્યો આ કિમીયો

0
89

લદ્દાખ (Ladakh)માં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ચીન (China)નીતનવા ગતકડા કરી રહ્યું છે. ચીન પોતાના સૈનિકો (Chinese Soilders) ને સુંદર (Beautiful) દેખાડવાના કિમિયા અજમાવવા લાગ્યું છે. ચીનના સરકારી પીઠ્ઠુ ગ્લોબલ ટાઈમ્સે આ વીડિયો (Global Times Video) જાહેર કર્યો છે. જેમાં ચીની સેના (Chinese Army)ના જવાનો ચહેરા પર લિપ બામ (Lip Baml)  અને સનસ્ક્રિન (Sunscreen) લગાવડતા જોવા મળી રહ્યાં છે. ચીની સૈનિકો તિબ્બેટ (TibeT)ના ઉંચાઈવાળા વાતાવરણમાં પોતાની ચામડીને લઈને વાતચીત કરતા સંભળાય છે.

ગ્લોબલ ટાઈમ્સે જાહેર કર્યો વીડિયો

ગ્લોબલ ટાઈમ્સે જાહેર કરેલા વીડિયોની નીચે લખ્યું છે કે, પીએલએના ફ્રંટિયર ગાર્ડ (PLA Frontier Gourd) સ્કિનકેયરને લઈને જાણકારી આપી રહ્યાં છે. પેટ્રોલિંગ (Border Patroling)કરતા પહેલા આ સૈનિકો સનસ્ક્રિન અને લિપ બામ લગાવે છે ત્યારે તેમનો ગંભીર દેખાતો ચહેરો એકસમ માસુમ લાગવા લાગે છે. આ સૈનિકો ક્રીમના ઉપયોગને લઈને કેટલાક સારા સુચનો પણ આપી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here