સલમાન ખાને પૂછ્યું ક્યારે થશે મારા લગ્ન ? પંડિતજીએ કહ્યું તમારા ગ્રહોની દિશા હાલમાં…

0
78

બિગ બોસ 14ની શરૂઆત થઈ ચૂકી છે. હંમેશાની જેમ પહેલા એપિસોડમાં માત્ર અને માત્ર મસ્તી જોવા મળી છે. સલમાન પોતાના અંદાજમાં દરેકને મસ્તી કરાવી રહ્યો છે. નવા કંટેસ્ટંટનું તો સ્વાગત કરી રહ્યા છે. આ સિવાય પોતાની જીંદગીની સાથે જોડાયેલા કિસ્સા પણ શેર કરી રહ્યા છે. હવે પહેલા જ એપિસોડમાં સલમાનના લગ્ન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ક્યારે થઈ રહ્યા છે સલમાનના લગ્ન ?

સીઝનના પહેલા એપિસોડમાં એક પંડિતને પણ મહેમાનના રૂમમાં બોલાવવામાં આવ્યા છે. તે કંટેસ્ટંટનું ભવિષ્ય જણાવી રહ્યા છે. તેણે સલમાન ખાનના લગ્ન ઉપર પણ મોટું નિવેદન આપી દીધું છે. સલમાન ખાને પોતે પંડિતજી પાસે પોતાના લગ્નને લઈને સવાલ પૂછી લીધો.

સવાલ હતો કે, પંડિતજી તમે કહ્યું હતું કે કેટલાક વર્ષ પહેલા મારા લગ્ન થઈ જશે. પરંતુ કંઈ થયું નથી. હવે આ સવાલ ઉપર પંડિતજીએ તરત જ કહ્યું કે, તમારા ગ્રહોની દિશા અત્યારે બરાબર નથી ચાલી રહી. લગ્નનો જે યોગ બની રહ્યો હતો તે ભંગ થઈ ગયો છે. સલમાન ખાન જ્યારે પૂછ્યું કે આ યોગ હવે ક્યારે બનશે ? ત્યારે પંડિતજીએ કહી દીધું કે નજીકના ભવિષ્યમાં તો હજુ સંભવ નથી.

પંડિતજીનો આ જવાબ સાંભળીને સલમાન ખાન ખુશીથી ડાન્સ કરવા લાગે છે. તે સતત હંસતો રહ્યો અને આરામનો શ્વાસ લઈ રહ્યો છે. હવે ચાહકો સલમાનના લગ્નની રાહ જોઈને બેઠા છે. પરંતુ સલમાન પોતે હાલ લગ્ન કરવા નથી માંગતો. જો કે સલમાન ખાન લગ્નથી ચોક્કચ દૂર ભાગી રહ્યો છે. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ સમયે તે યૂલિયા વંતૂરને ડેટ કરી રહ્યો છે. અભિનેતાએ આ વાત જાહેરમાં નથી કરી. પરંતુ યૂલિયાની સાથે જેટલો સમય વિતાવી રહ્યો છે. તેને જોતા આ અટકળોને વધુ ગતી મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here