સવારે ૭ વાગે વૃધ્ધનો પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન હું નર્મદા ભુવનમાંથી ભુસ્કો મારૃં છું, મારા દીકરાને જાણ કરી દેજો

0
72

અસાધ્ય બીમારીથી ત્રાસીને ૬૫ વર્ષના વૃધ્ધે નર્મદા ભુવનમાંથી નીચે પડતું મુકીને આપઘાત કર્યો

”હું નર્મદા ભવનમાંથી નીચે ભુસ્કો મારૃ છું. આ મારા પુત્રનો નંબર છે તેને જાણ કરી દેજો” સવારે સાત વાગ્યે કંટ્રોલરૃમમાં કોલ કરીને ૬૫ વર્ષના વૃધ્ધે આપઘાત કરી લીધો હતો. કોલ પૂરો થયાની ત્રીજી  મિનીટે નર્મદા ભુવન પહોંચી ગઇ હતી પરંતુ ત્યાં સુધીમાં તો વૃધ્ધે નીચે પડતુ મુકીને જીવન પર પૂર્ણ વિરામ મુકી દીધું હતું.

શહેરના છાણી બ્રાહ્મણ ફળિયામાં રહેતા ૬૫ વર્ષના રોહિતભાઈ દેવચંદ શાહ સ્ટેમ્પ વેન્ડર હતા.આજે સવારે નર્મદાભુવનમાંથી નીચે પડતુ મૂકીને આપઘાત કરી લેતા રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે મૃતક વર્ષોથી નર્મદા ભુવનમાં જ બીજા માળે સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નિત્યક્રમ મુજબ આજે સવારે છ વાગ્યે ઘરેથી તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. નર્મદાજીવનમાં સિક્યુરિટી જવાનની નજર ચૂકવીને તેઓ ઉપર ચઢી ગયા હતાં. બારી પાસે ઉભા રહીને નીચે કૂદકો મારતા પૂર્વે તેમણે કંટ્રોલરૃમમાં ફોન કરીને પોતાના પુત્રનો નંબર આપી કહ્યું હતું કે હું આત્મહત્યા કરવા માટે છલાંગ લગાવી રહ્યો છું. પોલીસ આ વૃધ્ધને સમજાવે કે કંઇક વાત કરે તે પૂર્વે તો વૃધ્ધે ફોન કટ કરી દીધો હતો.નર્મદા જીવનની બાજુમાં જ પોલીસ ભવનમાં કંટ્રોલ રૃમ છે. ત્યાંથી દોડીને પોલીસ આવે કે કંટ્રોલરૃમનો મેસેજ મળતા પીસીઆર વાન ત્યાં પહોંચે તે પૂર્વે જ વૃધ્ધે નીચે પડતુ મુકીને દેતા તેમનું મોત નિપજ્યું હતું.પોલીસે મૃતકના પુત્રને ફોન કરીને સ્થળ પર બોલાવ્યો હતો. મૃતકને છેલ્લા ૧૨ વર્ષથી અસાધ્ય  બીમારી હતી અને તેઓ બીમારીના કારણે ખૂબજ કંટાળી ગયા હતાં. અને તેનાં કારણે જ તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે. મૃતક પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી પણ મળી નથી.

-એ વૃધ્ધ ૪-૫ મહિનાથી કહેતા હતા કે હું નર્મદા ભુવનમાંથી નીચે ભુસ્કો મારીને મરી જવાનો છું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર

મૃતકે પોતાની આખી જિંદગી નર્મદા ભુવનમાં જ કામ કરીને વીતાવી હતી અને તેમણએ જિંદગીનો અંત લાવવા માટે પણ નર્મદા ભુવન જ પસંદ કર્યું. 

મૃતકે કયા માળથી છલાંગ લગાવી? તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ, નર્મદા ભુવનના પાંચમાં અને છઠ્ઠા માળે બારીમાં જાળી નથી તેથી મૃતકે આ બે પૈકી એક ફ્લોર પરથી આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.

મૃતકના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે, મારા પિતા છેલ્લા ચાર-પાંચ મહિનાથી એકજ વાતનું વારંવાર રટણ કરતા હતા કે હું નર્મદા ભુવનમાંથી ભુસ્કો મારી દઇશ અમે તેમને વારંવાર સમજાવતા હતાં પરંતુ આખરે તેમણે નર્મદા ભુવનમાંથી જ નીચે ભુસ્કો મારી જીવન ટૂંકાવી દીધું.

પાંચમા અથવા છઠ્ઠા માળેથી નીચે ભૂસ્કો માર્યો હોવાનું પોલીસનું અનુમાન 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here