સવાલ / PUBGની ભારતમાં થશે રિ-એન્ટ્રી? ભારતની આ કંપની સાથે વાત ચાલી રહી હોવાનો દાવો

0
177

PUB G મોબાઇલ સહિત 117 અન્ય ચાઇનીઝ એપ્સને થોડા સમય પહેલા ભારત સરકારે બેન કરી દેવામાં આવી હતી પરંતુ ખબર આવી રહી છે કે દક્ષિણ કોરિયાઇ કંપની પબજી કોર્પોરેશન ભારતમાં પબજી મોબાઇલ લાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહી છે. એરટેલ સાથે આ બાબતે વાત પણ થઇ રહી છે.

  • પબજી ભારતમાં મારશે રિ એન્ટ્રી? 
  • રિપોર્ટ અનુસાર એરટેલ સાથે ચાલી રહી છે વાત 
  • પબજી કરી રહ્યું છે સ્ટાફ રિક્રુટ 

Entracrના રિપોર્ટ અનુસાર, પબજી મોબાઇલને ભારતમાં પરત લાવવા પબજી કોર્પોરેશન એરટેલ સાથે સંપર્ક કરી રહ્યા છે. બને કંપનીઓની વાતચીત હાલ શરૂઆતી ચરણમાં છે. રિપોર્ટમાં એ વાત પણ છે કે પબજી ભારતમાં 4 થી 6 વર્ષના અનુભવવાળા કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ પણ લઇ રહ્યાં છે. 

હાલમાં આ વાત પર કોઇ જાણકારી મળી નથી પરંતુ ગુગલ પ્લે સ્ટોર કે પછી એપલ એપ સ્ટોર પર ગેમ આવશે કે નહી તે જોવાનુ રહેશે. તમને જણાવી દઇએ કે, હાલ આ મામલે પબજી કે એરટેલ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત નથી થઇ. 

સરકારની ડિજિટલ સ્ટ્રાઈક

ચીન સામે ભારતે ફરી એક વખત મોટી કાર્યવાહી કરી છે. ચીનને વધુ 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોબાઈલ ગેમ પબજી સહિતની એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 

અત્યાર સુધી ભારત સરકારે 200થી વધુ પર લગાવ્યો છે પ્રતિબંધ

ભારતની સરકારને લઈ આ એપ ખતરનાક હતી. જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ચીન સાથે ગલવાન ઘાટીમાં ઘર્ષણ બાદ ચીનને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. અત્યાર સુધી ભારત સરકારે 224 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here