સાત મહિના પછી કંગના રનૌતે શૂટિંગની શરૂઆત કરી

0
64

– દક્ષિણ ભારતીય ફિલ્મ થલાઇવીમાં જયલલિતાનું પાત્ર ભજવી રહી છે

કંગના રનૌતે આગામી ફિલ્મ થલાઇવીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને માહિતી આપી છે. કંગના આ ફિલ્મમાં જયલલિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મને હિંદી, તમિલ અને  તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

કંગનાએ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું હતું કે, પ્યારા મિત્રો આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે. પૂરા સાત મહિના પછી આજે હું કામ શરૂ કરી રહી છું. મારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ થલાઇવી માટે હું દક્ષિણ ભારત જઇ રહી છું. રોગચાળાના આ સમયમાં  આવનારા દિવસો માટે તમારી દુવાઓની જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પાત્ર માટે કંગનાએ પોતાનું વજન ખાસ વધાર્યું છે. કહેવાય છે કે તેણે ૨૦ કિલો જેટલું વજન વધાર્યું હતું. ત્યારે પણ તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર મુકી હતી. જોકે જ્યારે આ ફિલ્મના ટીઝરનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે કંગના ટ્રોલ થઇ હતી. કંગનાના લુક સાથે જે ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે લોકોને પસંદ પડયો નહોતો અને તેનો લુક ફેક લાગતો હતો.

 આ સાથે જ કંગનાએ પોતાની તસવીરો  પણ શરે કરી છે. જેમાં તે બહુ ખુશ નજર આવી રહી છે. તસવીરો શેર કરતા ંતેણે લખ્યું છે કે, બસ, આ થોડી સેલ્ફિઓ છે જેને મે સવારે જ ક્લિક કરી હતી. મને આશા છે કે તમને બધાને પણ આ પસંદ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here