સાબરમતી રિવરફ્રન્ટના સી-પ્લેનના એરોડ્રોમ પાસે 4 નવા ફૂડ સ્ટોલ ખૂલશે, AMC દ્વારા ટેન્ડર બહાર પડાયું

0
97

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં ફૂડ સ્ટોલ ઊભા કરવાની ફરી કોશિશ શરૂ કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા સી-પ્લેનના એરોડ્રોમ નજીક એટલે કે, બાયોડાયવર્સિટી પાર્ક અને રિવર એરપોર્ટની પાસે આંબેડકર બ્રિજની નીચે ચાર ફૂડ સ્ટોલ-કિયોસ્ક તૈયાર કર્યા છે જેનું મહિને લઘુતમ ભાડું રૂ.૧૮,૫૦૦ નક્કી કરાયું છે અને આ લઘુતમ ભાડાની સામે મહત્તમ ઓફર મગાવીને ફૂડ સ્ટોલ શરૂ કરવાનું ટેન્ડર બહાર પાડયું છે.

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા તાજેતરમાં આંબેડકર બ્રિજની નીચે ૧૬.૬૮ ચો.મી. ક્ષેત્રફળના જુદા-જુદા ચાર ફૂડ સ્ટોલ માટે ટેન્ડર બહાર પાડયા છે જેમાં ત્રણ મહિનાના ભાડા ડિપોઝિટ તરીકે આપવાના રહેશે અને મહત્તમ ઓફર આપનારને આ ફૂડ સ્ટોલનું સંચાલન સોંપાશે જેમાં નોન-વેજ ન વેચાણ કરવાની શરતે ફૂટ સ્ટોલ અપાશે. ત્રણ વર્ષ માટે ભાડાપટ્ટે સ્ટોલ અપાશે પછી ત્રણ વર્ષ માટે ભાડાપટ્ટો વધારી આપવો કે નહીં તેની સત્તા કંપની પાસે રહેશે. આ ફૂડ સ્ટોલનો થર્ડ પાર્ટી વીમો પણ લેવાનો રહેશે.

અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં ખાણીપીણી બજાર ઊભા કરવાના પ્રયત્ન કરાઈ રહ્યાં છે. રિવરફ્રન્ટ હાઉસમાં ટેરેસ રેસ્ટોરેન્ટ શરૂ કરવા માટે ટેન્ડર કર્યા હતા પણ ભાડું વધુ હોવાથી કોઈ સામે આવ્યું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here