સારા અલી ખાનને પોતાનો પૂરો સપોર્ટ હોવાની સૈફ અલી ખાનની સ્પષ્ટતા

0
87

– સારાનું નામ ડ્રગ્સ રેકેટમાં આવતા પિતા સૈફ આ મામલાથી દૂર રહેવા માંગતો હતો તેવી ચર્ચા હતી

સારા અલી ખાનનું નામ ડ્રગ્સ રેક્ટના એનસીબીના રડાર પર હોવાથી હાલ તે ચર્ચાને પાત્ર બની હતી. સૈફને તેની પ્રથમ પત્નીથી થયેલી પુત્રી સારાની લગીરે ચિંતા નથી અને તે કરીના અને તેના પુત્ર તૈમુર પર જ ધ્યાન આપી રહ્યો છે, તેવી ટીપ્પણીઓ જાહેરમાં થવા લાગી હતી. પરિણામે સૈફને સ્પષ્ટતા કરવી પડવી હતી. 

સૈફે જણાવ્યું હતું કે, હા, તે વાત સાચી છે કે હું  હાલ મારા નાના પુત્ર તૈમૂર પર જ વધુ ધ્યાન આપી રહ્યો છું. પરંતુ સાવ એમ નથી કે હું મારા મોટા પુત્ર ઇબ્રાહિમ અને પુત્રી સારાનો કોઇ ખ્યાલ રાખતો નથી. મારા ત્રણ સંતાનો છે અને મારા દિલમાં તેમનું અલગ-અલગ સ્થાન છે. હું મારા ત્રણેય બાળકોને બહુ પ્રેમ કરુ છું અને તેમના સારા-ખરાબ સમયમાં હંમેશા તેમની સાથે જ છું. 

તેણે વધુમાં કહ્યું હતું કે, સારા અને ઇબ્રાહિમ સાથે હું ફોન પર લાંબી વાતચીત કરતો હોઉં છુ તેમજ અમે ડિનર પર પણ સાથે જતા હોઇએ છીએ. મારા જીવનમાં મારા ત્રણેય સંતાનોનું સ્થાન અલગ છે. તેઓ મારી સાથે ન રહેતા હોવાથી મને તેની કાળજી નથી તેવું જરા પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here