સાસરા સુખવાસરા

0
179

પ તિ પત્ની વચ્ચે કોરોનામાંથી સારો મેળ હતો. બંને પરસ્પર સ્નેહથી વર્તતાં હતાં.

એકવાર પત્નીએ વાતવાતમાં પતિને કહ્યું.

”મારી મમ્મીની તબિયત હમણાંથી સારી રહેતી નથી. હું થોડા દિવસ માટે પિયર જઈ આવું ? લોકડાઉન જરા હળવો થાય એટલે નીકળી જઈશ…”

”ભલે…તારી મરજી.”

‘પછી તમે કોરોનાના લૉકડાઉનમાં એકલા શું કરશો ?’

‘કંઈક તો કરીશ જ ને ?’

‘ઉંઘયા કરશો.’

‘ના રે ઊંઘી ઊંઘીને તો થાકી ગયા.’

‘ત્યારે બાજાુમાં પડોશીને ત્યાં ટાઈમપાસ…’

‘ભોગ લાગ્યા છે કે પડોશી મને લૉકડાઉનમાં આમંત્રણ આપે ? અરે બારણું ય ના ખોલે.’

‘ત્યારે તમે એકલા કરશો શું ?’

‘કેમ ? તું તારા માબાપને ઘેર જાય, તો હું મારા સાસુ સસરાને ઘેર ના જાઉં.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here