‘સિંઘમ’ અભિનેત્રી કાજલ અગ્રવાલ લગ્ન કરવા જઇ રહી છે, જાણો વરરાજા કોણ છે

0
91

સાઉથ ઇન્ડિયન ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલ અંગે સમાચાર મળી રહ્યા છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે. કાજલનો હમસફર એક આંતરપ્રિન્યોર છે. કાજલ દ્વારા હજી આ સમાચારની પુષ્ટિ થઈ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે સિંઘમ અભિનેત્રી જલ્દીથી તેનું સિંગલ સ્ટેટસ સમાપ્ત કરશે.

આ બિઝનેસમેન સાથે સાત ફેરા લેશે કાજલ

અહેવાલો અનુસાર કાજલ મુંબઈમાં લગ્ન કરશે. લગ્નનો કાર્યક્રમ બે દિવસ ચાલશે અને ફક્ત નજીકના લોકોને આમંત્રિત કરવામાં આવશે. કાજલના વરરાજાનું નામ ગૌતમ કીચલૂ છે, તે એક આંતરપ્રિન્યોર અને ઇન્ટિરિયર ડિઝાઇન આર્ટના શોખીન અને પ્રશંસક છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અરેન્જડ-લવ મેરેજ હશે. ગૌતમ સાથે કાજલની સગાઈ થઈ ચૂકી છે.

કાજલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ક કરીને ફેન્સને ચોંકાવ્યા

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ સમાચારની હજી કાજલ દ્વારા કોઈ પુષ્ટિ થઈ નથી. જોકે સોમવારે સાંજે કાજલે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં બ્લેક બેકગ્રાઉન્ડ પર હાર્ટની ઇમોજી હતી. કાજલે તેની સાથે કશું જ લખ્યું નહીં, ફક્ત હાર્ટનું ઇમોજી બનાવ્યું હતું. કેટલાક ફેન્સે કાજલને અભિનંદન પણ આપ્યા છે.

કાજલે બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત 2004માં આવેલી ફિલ્મ ‘ક્યૂ હો ગયા ના’ થી કરી હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં કાજલે ઐશ્વર્યાની બહેનનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. ત્યારબાદ કાજલ દક્ષિણમાં ગઈ. ત્યાં તેણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર બાદ તેણે તમિલ ભાષાની ફિલ્મો પણ કરી. કાજલની દક્ષિણ ભારતમાં ખૂબ જ ફેન ફોલોઅર્સ છે. આ ઉપરાંત તેણે સિંઘમમાં અજય દેવગણ સાથે લીડ રોલ કર્યો હતો જે ખૂબ પ્રશંસા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here