સિગારેટ તથા આલ્કોહોલનું વેચાણ દાયકાની નીચી સપાટીએ રહેવા ધારણા

0
32

– વાઈનશોપ્સ તથા બાર રુમ્સ બંધ રહેતા વ્હીસ્કીનું વેચાણ ૪૦ ટકા સુધી ઘટવા અંદાજ

– કોરોના સંક્રમણની દેશવ્યાપી અસર

કોરોનાને કારણે આવી પડેલી આર્થિક મંદીને પરિણામે વર્તમાન કેલેન્ડર વર્ષમાં સિગારેટ તથા આલ્કોહોલનું વેચાણ એક દાયકાની નીચી સપાટીએ રહેવા ધારણાં છે. આવકમાં ઘટાડો થતાં સિગારેટ તથા આલ્કોહોલના સેવન પર લોકોએ કાપ મૂકવાની ફરજ પડી છે.

વ્હીસ્કીના વેચાણમાં  તેના પ્રકાર પ્રમાણે ૧૫થી ૪૦ ટકા જેટલો ઘટાડો થવાની ઉત્પાદકો ધારણાં રાખી રહ્યા છે. ગયા વર્ષે વેચાણમાં ૫થી ૧૦ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 

સિગારેટના વેચાણમાં ૫થી ૧૮ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રમાણમાં સસ્તી સિગારેટના વેચાણમાં પાંચ ટકા, મધ્યમ શ્રેણીની  સિગારેટમાં ૧૦ ટકા તથા પ્રીમિયમ્સ સિગારેટની વેચાણમાં ૧૮ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

હોટેલો, બાર રુમ્સ  ઉપરાંત વાઈનશોપ્સ બંધ રહેવાને કારણે વેચાણ પર અસર જોવા મળી છે. બીયરના વેચાણમાં પણ વીસ ટકા જેટલો ઘટાડો થયો છે. ઘરે બેસીને પીવા માટેની બીયરની માગ હાલમાં ઘટી ગઈ છે. 

લિકર ઉદ્યોગમાં વર્તમાન વર્ષે વેચાણમાં ઘટાડો છેલ્લા એક દાયકાનો સૌથી મોટો ઘટાડો જોવાયો હોવાનું ઉદ્યોગના વર્તુળોએ જણાવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here