સુપરનોવાઝ ટાઇટલની હેટ્રિક નોંધાવવા આતુર આજથી વિમેન્સ ટી૨૦ ચેલેન્જનો પ્રારંભ થશે

0
41

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ઉપરાંત ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ તથા સાઉથ આફ્રિકાની ખેલાડીઓ બુધવારથી અહીં રમાનારી ત્રીજી વિમેન્સ ટી૨૦ ચેલેન્જમાં એકબીજા સામે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. આ ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમાશે જેમાં ત્રણ ટીમો વર્તમાન ચેમ્પિયન સુપરનોવાઝ, ગયા વર્ષની રનર્સ-અપ વેલોસિટી તથા ટ્રેલબ્લેઝર્સ ભાગ લેશે. આ ત્રણેય ટીમો એકબીજા સામે રમશે અને નવમી નવેમ્બરે ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટમાં શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ખેલાડીઓ પણ રમી રહી છે.

હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની સુપરનોવાઝ અત્યાર સુધી રમાયેલી બંને ટૂર્નામેન્ટની તમામ મેચો જીતી છે અને તે મિતાલી રાજના નેતૃત્વ હેઠળની વેલોસિટી ટીમ સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. સુપરનોવાઝનો લક્ષ્યાંક ટાઇટલની હેટ્રિક નોંધાવવાનો રહેશે. હરમનપ્રીતે છેલ્લી ટૂર્નામેન્ટની ત્રણ મેચમાં બે અડધી સદી નોંધાવી હતી.

જેમિમા રોડ્રિગ્સ ઉપર તમામની નજર રહેશે

ચાલુ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ખાતે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપમાં હરમનપ્રીતનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. તેણે પાંચ મેચમાં ૬.૦૦ની સરેરાશથી રન બનાવ્યા હતા. અન્ય મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સ ઉપંર તમામની નજર રહેશે. બીજી તરફ મિતાલી રાજ પણ ટીમની અગ્રેસર બનીને પ્રેરણાદાયી પ્રદર્શન કરવા આતુર રહેશે.

વેલોસિટીનો મદાર શેફાલી વર્મા ઉપર રહેશે

ટી૨૦ ચેલેન્જની ત્રીજી ટીમ વેલોસિટીનો મુખ્યત્વે મદાર તેની ૧૬ વર્ષીય શેફાલી વર્મા ઉપર રહેશે જેણે ટી૨૦ વર્લ્ડ કપમાં સર્વાધિક નવ સિક્સર ફટકારી હતી. તમામ ખેલાડીઓ કોરોના વાઇરસના કારણે ફેબ્રુઆરી માર્ચ બાદ પ્રથમ વખત મેદાનમાં ઊતરશે. ટૂર્નામેન્ટમાંથાઇલેન્ડની નાથનક ચંથામ પણ રમી રહે છે અને આ ટૂર્નામેન્ટમાં રમનાર તે પ્રથમ એસોસિયેટ ક્રિકેટર બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here