સુરતના મહિલા નાયબ મામલતદારના બિભત્સ ફોટો મોકલી વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગનાર ઝડપાયો

0
23
  • ના.મામલતદાર ખરીદીથી પરત થતાં રિક્ષામાં ફોન ભૂલી ગયા બાદ આરોપીએ મોર્ફ કરીને ખંડણી માંગી હતી

મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા. ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ ઈસમે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની ખંડણી માંગી હતી. જેના પગલે નાયબ મામલતદારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફોટો ડિલિટ કરવા 60 હજાર માંગ્યા હતા
પોલીસે સર્વેલન્સના આધારે ઝડપી પાડેલા નાજીમ નઈમ પટેલ (ઉ.વ.આ.24) ઘર નં. 99 જોનાપુર મેઈન રોડ સાઉથ દિલ્લહી મૂળ રહે. ડુંભાલ ટેનામેન્ટ ઓમનગર સોસાયટીની બાજુમાં આંજણા રોડ લિંબાયત સુતને પોલીસે ઝડપી લીધો છે. નાજીમે નાયબ મામલતદાર મહિલાને ફોનના વોટસએપમાં બિભત્સ ફોટો મોકલી આપી વાઈરલ કરવાની ધમકી આપી હતી તથા ફોન કરીને 60 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

જાન્યુઆરીમાં મોબાઈલ રિક્ષામાં ભૂલાયેલો
નાયબ મામલતદારે જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવા સીમકાર્ડ લઈ લીધો હતો. છેક 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે નાજીમે ફોન કર્યો હતો અને રૂપિયાની માંગ કરી હતી. જો રૂપિયા ન અપાય તો ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here