સુરતના યુવકે પરિણીત પ્રેમિકાને મળવા હટકે પગલું ભર્યું, કાળો બુરખો, મોજડી પહેરી ઘરમાં ઘૂસ્યો પણ દાવ ઉંધો વળ્યો

0
122

આજકાલ પ્રેમમાં યંગસ્ટર્સ શું નથી કરતા, તેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યાર નસવાડીના તણખલા ગામે પરણિત યુવતીને સુરતથી મળવા આવેલા પ્રેમીને ઝડપી લેવામાં આવ્યો છે. પ્રેમી પ્રેમિકાને મળવા માટે એવો નુસખો અપનાવ્યો તેમ છતાં તે ઝડપાઈ ગયો હતો. પ્રેમી પ્રેમિકાને મળવા માટે કાળો બુરખો, પગમાં મોજડી પહેરીને મળવા આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ મહિલાના પતિએ પ્રેમીને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં ઝડપાયેલ પ્રેમી આશિષ ભીમજી પટેલ સુરતના વારછાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રતા થતાં સુરતનો આ યુવક તેણે વેશ બદલીને મળવા આવ્યો હતો. ત્યારે પતિના હાથે ઝડપાઈ ગયો હતો. આ સમગ્ર મામલો નસવાડી પોલીસે પહોંચ્યો હતો, જ્યાં પતિની ફરિયાદ લઈ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ અને પ્રેમીએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પ્રેમી આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોટા નહીં પડાવવા નસવાડી પોલીસ સ્ટેશનમાં નાટક કર્યા હતા.

Chania

સુરતના એક શખ્સને ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રતા કેળવાતા તેમનો સંબંધ પ્રેમમાં રૂપાંતરિત થયો હતો. ત્યારબાદ પ્રેમીએ પ્રેમિકાને મળવા માટે સુરતથી વેશ બદલીને નસવાડી આવવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ તેનો દાવ ઉંધો વળી ગયો હતો. જોકે, યુવકને તેની પરિણીત પ્રેમિકાને સાસરીયાઓએ પકડી પાડ્યો હતો અને યુવકને પોલીસના હવાલે કરી દીધી હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, છોટા ઉદ્દેપુરના નસવાડીના તણખલા ગામ ખાતે એક પરિણીત પ્રેમિકાને મળવા માટે તેનો પ્રેમી સુરતથી આવ્યો હતો. પ્રેમિકાના ઘરમાં તેને કોઈ ઓળખી ન શકે તેના માટે યુવકે બુરખો ધારણ કર્યો હતો અને પગમાં મોજડી પહેરી હતી. જોકે, યુવકને તેની પ્રેમિકાને પતિ અને સાસુએ પકડી પાડ્યો હતો. તપાસ બાદ યુવક સુરતનો આશિષ ભીમજી પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘરે આવી પહોંચી હતી. પોલીસને જોતા જ આશિષ પરથી પ્રેમનો રંગ ઉતરી ગયો હતો. પોલીસે આશિષ સામે ગેરકાયદે ઘર પ્રવેશ અને પ્રેમિકાના સાસરિયાઓને જીવથી મારી નાખવાનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે યુવકને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ત્યારે ત્યાં પણ તેણે નાટક કર્યું હતું. પોલીસે જ્યારે આરોપીની ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે પોલીસ સ્ટેશનમાં લાંબો થઈને ઊંઘી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here