સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પહેલા દિવસે ઓનલાઈન બુકિંગમાં માત્ર 162 મુલાકાતીઓ, પ્રતિ રોજ માત્ર 1000 ટિકિટ બુક થશે

0
97

કોરોનાના કારણે લોકડાઉન હોવાથી છેલ્લા સાત મહિનાથી બંધ થયેલા સુરત મહાનગરપાલિકાનું પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલય શરૂ થવાના પહેલા દિવસે માત્ર 162 મુલાકાતે આવ્યા હતા. મુલાકાતીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે પાલિકાએ ઓનલાઇન ટિકિટથી જ એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રતિ રોજ માત્ર 1000 જ ટિકિટ બુક કરવામાં આવશે. દીવાળીના દિવસોમાં હજારોની સંખ્યામાં પ્રાણી સંગ્રહાલયની લોકો મુલાકાત લેતા હોય છે. જોકે, કોરોનાના કારણે નિયંત્રિત કરવામાં આવશે.

ઓનલાઇન બુકિંગથી જ સંગ્રહાલયમાં એન્ટ્રી
સુરતમાં કોરોનાની એન્ટ્રી પછી માર્ચ મહિનાથી જ સુરત પાલિકાના સરથાણા પ્રાણી સંગ્રહાલયને બંધ કરી દેવામાં આવ્યું હતું. અનલોકની પ્રક્રિયા શરૂ થતા ગઈકાલથી પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સેનિટાઈઝેશન અને થર્મલ સ્કેનિંગ બાદ એન્ટ્રી.

ઓનલાઇન બુકિંગમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહે
રવિવારે પહેલા દિવસે સરથાણા નેચર પાર્કમાં 162 મુલાકાતીઓ આવ્યા હતા. આગામી દસ દિવસ સુધી હજી પણ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરવામાં આવશે. ઓનલાઇન બુકિંગમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહે ત્યારબાદ જ ટિકિટ બારી પરથી ટિકીટ ફાળવવામાં આવશે કે નહીં તેનો નિર્ણય કરાશે. સુરત પાલિકાએ સરથાણા નેચર પાર્કમાં પ્રતિ રોજ 1000 અને રવિવારે 2500 ટિકિટ ઓનલાઈન બુક થઈ તેવી વ્યવસ્થા કરી છે.

પ્રાણી સંગ્રહાલયના બાકડાઓ પર પટ્ટીઓ મારી દેવામાં આવી.

સાત મહિનાથી સંગ્રહાલય બંધ
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય સુરતવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગણવામાં આવે છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જાતભાતના પશુ અને પક્ષીઓ જોવા સામાન્ય દિવસોમાં તો લોકોની અવરજવર રહેતી જ હોય છે. પરંતુ દિવાળીના તહેવારો હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓનો ઘસારો જોવા મળે છે. જોકે, માર્ચ મહિનાથી લાગેલા લોકડાઉનના કારણે આ પ્રાણી સંગ્રહાલય સતત સાત મહિનાઓથી બંધ પડ્યું હતું.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત
પ્રાણી સંગ્રહાલય શરૂ થવાને લઈને તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવેલા તમામ બાકડાઓ પર પટ્ટીઓ મારી દેવામાં આવી છે. જેથી તેના પર કોઈ મુલાકાતી બેસી ન શકે. જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓનું થર્મલ સ્કેનિંગ સાથે એન્ટ્રી આપવામાં આવી રહી છે. પ્રાણી સંગ્રહાલયની અંદર પર સોશિયલ ડિસટન્સના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here