સુરતમાં કોરોનાના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા રત્નકલાકારોનો પગાર કાપ પાછો ખેંચી બોનસ આપવાની માંગ

0
46

કોરોનાના કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. પગાર કાપ હજુ પણ અમૂક કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના રોષ સાથે રત્નકલાકાર યુનિયન દ્વારા ક્લેક્ટર અને લેબ કમિશનરને આવેદનપત્ર આપીને રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરવામાં આવી હતી. સાથે જ રત્નકલાકારોને બોનસ આપીને પૂરતો પગાર આપવાની રજૂઆત કરવામાં આવી છે.

તેજીનો રત્નકલાકારોને ફાયદો આપો
હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો ને સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી કે કંપનીઓ દ્વારા લોકડાઉન દરમિયાનનો પગાર આપવામાં આવ્યો નથી હીરાઉદ્યોગમાં માર્કેટ અત્યારે સારૂં ચાલી રહ્યું હોય ને પોલીસિગ ડાયમંડ ની માંગણી ઈન્ટરનેશનલ માર્કેટમાં માંગ હોય તેવી પરિસ્થિતિમાં હીરાઉધોગમાં કામ રત્નકલાકારો ને દિવાળી બોનસ કંપનીઓ દ્વારા આપવામાં આવે તે માટે સુરત કલેકટર” લેબર ડેપ્યુટી કમિશનર ઔઘોગિક સલામતી સુરક્ષા એટલે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર આવેદનપત્ર પાઠવવાનુ છે.

રત્નકલાકારોના હિત માટે કંઈ થતુ નથી
રત્નકલાકાર યુનિયન વતિ રણમલ જીલરીયાએ જણાવ્યું હતું કે, રત્નકલાકારો વતિ અમે લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ સરકાર દ્વારા રત્નકલાકારો માટે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. રત્નકલાકારોને છ મહિના સુધી ઘરે બેસવાનો વારો આવ્યો હતો પરંતુ તેમ છતા તેમને હવે તેજીના દિવસોમાં કોઈ લાભ આપવા તૈયાર નથી. ત્યારે રત્નકલાકારોના હિત માટે આજે ફરીથી રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here