સુરતમાં ટપોરીગીરી-ભાઇગીરી કરતા લોકો સાવધાન, ઈતિહાસમાં પ્રથમવાર 75 માથાભારે તત્વો પાસામાં ધકેલાયા

0
85

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓ ઉપર દિવસેને દિવસે છેડતી, બળાત્કાર અને માનસિક ત્રાસના ગુનાઓ વધી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે તાજેતરમાં પાસા એક્ટનો કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે. ત્યારે છોકરીઓની છેડતી કરનારા હવે ચેતી જજો. સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે બુટલેગર, જુગાર સંચાલક સહિત ૭૫ માથાભારે તત્ત્વો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કર્યો છે. દારૃ-જુગારનો વેપલો કરનારા તથા ટપોરીગીરી-ભાઇગીરી કરતા તત્ત્વોની શાન ઠેકાણે લાવવા સરકારે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ પાસાના નવા કાયદા પ્રમાણે કાર્યવાહી શરૃ કરી છે.

શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુના કરનારા નામચીન તત્ત્વોને પાસામાં ધકેલી અપાયા છે. જે મુજબ ૩૨ બુટલેગરો, ૧ જુગાર સંચાલક અને ૪૨ ટપોરી તત્ત્વો કહો કે ભયજનક વ્યક્તિઓ સામે પાસા હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 75 જણાને રાજ્યની અલગ-અલગ જેલમાં પાસામાં મોકલી અપાયા હોવાનું જાણવા મળે છે. શહેરની શાંતિને ડહોળાવવાનો પ્રયાસ કરનારા તત્ત્વોને બક્ષવામાં નહિ આવે. શહેર પોલીસે આવા તત્ત્વોને પાઠ ભણાવવા કડકમાં કડક એક્શન લેવાની ચિમકી ઉચ્ચારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાસા-તડીપારના કાયદામાં સુધારો આવ્યા બાદ ચીટિંગના આરોપીને તડીપાર કરવાની પહેલ સુરત શહેર પોલીસે કરી હતી. સાથોસાથ જુગાર સંચાલકને પણ પાસામાં ધકેલવાનો પહેલો કેસ સુરતમાં નોંધાયો હતો.

રાજકોટમાં નોંધાયો હતો પહેલો કેસ

પોલીસના સૂત્રોની વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા શહેરના કાલાવાડરોડ પરના ક્રિસ્ટલ મોલમાં શોપ સંચાલિકાની ચાર શખસોએ સરાજાહેર બિભત્સ ઈશારાઓ, એવા શબ્દો બોલીને છેડતી કરી હતી જે ઘટનામાં ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે જૂનાગઢના વતની અને રાજકોટમાં વામ્બે આવાસ યોજનામાં રહેલા અનમોલ રમેશભાઈ વાળા ઉ.22 તથા જામનગરના પીઠડીયા ગામના વતની કાળું ઉર્ફે ચિરાગ વિનોદભાઈ મકવાણા ઉ.વ.24 (રહે. નવદુર્ગાપરા મોટામવા) સહિત ચારની ધરપકડ કરી હતી.

બન્ને પૈકી અનમોલ સામે મારામારી, ચોરી, નિર્લજ હુમલો કરવાના ત્રણ ગુનાઓ તેમજ કાળુ સામે આઈટી એક્ટ તથા નિર્લજ હુમલા કરવાના બે ગુના નોંધાઈ ચૂક્યા હોવાથી સી.પી. ડીસીપીની સુચના આધારે નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. મંજૂરી આધારે અગાઉ પણ પાસામાં જઈ આવેલા અનમોલને ભુજ તથા કાળુને અમદાવાદ જેલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મોલમાં વેપારીઓ તથા ખાનગી સિક્યુરીટીના માણસો સાથે મિટીંગ કરી જો આવા કોઈ બનાવ બને તો તુર્ત જ પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here