સુરતમાં દુકાનદાર મહિલાની એકલતાનો ગેરલાભ લઇ પરિચીત ગ્રાહકની અશ્લીલ હરકતો

0
54

– ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી રહેલી મહિલાનો હાથ પકડી છાતી પર હાથ ફેરવ્યો

– મહિલાએ વિરોધ કરતા ફટકો લઇ ઘસી આવી પતિ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી

સુરતના સહારા દરવાજા વિસ્તારના નવા કમેલા વિસ્તારમાં કરિયાણાની દુકાનદાર મહિલાની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકત કરવા ઉપરાંત પતિ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી મહિલાની નણંદને લાકડાના ફટકા વડે માર મારી ઇજા પહોંચાડતા મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

શહેરના સહારા દરવાજા સ્થિત નયા કમેલા દરવાજા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતો રાકેશ (નામ બદલ્યું છે) ગત રોજ બપોરના અરસામાં દુકાનનો સામાન ખરીદવા માટે બહાર ગયો હતો. આ અરસામાં રાકેશની પત્ની પૂનમ (ઉ.વ. 23 નામ બદલ્યું છે) દુકાનમાં એકલી હતી. તે દરમ્યાન રાબેતા મુજબ દુકાને કરિયાણાનો સામાન ખરીદવા આવતો જાવીદખાન આસીફખાન પઠાણ (રહે. સંજયનગર, સહારા દરવાજા) આવ્યો હતો અને પાણીની બોટલની માંગણી કરી હતી. જેથી પૂનમ ફ્રીઝમાંથી બોટલ કાઢીને આપી રહી હતી ત્યારે જાવીદખાને હાથ પકડી લીધો હતો. જાવીદખાનની હરકતોથી ચોંકી જનાર પૂનમે પોતાનો હાથ છોડાવ્યો હતો પરંતુ જાવીદે પૂનમની છાતી પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી. જેથી પૂનમે જાવીદખાનને ધક્કો મારતા તે દુકાનના પગથિયા ઉપર પડી જતા કપાળમાં ઇજા થઇ હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે પંદરેક મિનીટમાં જાવેદ લાકડાનો ફટકો લઇ પરત આવ્યો હતો અને શામ કો આકે તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દું તેવી ધમકી આપી ગાળા-ગાળી કરી હતી. 

જેથી નજીકમાં જ રહેતી પૂનમની નણંદ ઉમા (નામ બદલ્યું છે) તે દોડી આવી હતી અને જાવીદને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જાવીદે લાકડાના ફટકાના ત્રણથી ચાર ઘા ઉમાના હાથ પર ઝીંકી દીધા હતા. જેથી લોકોનું ટોળું એક્ઠું થઇ જતા જાવીદખાન ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના અંગે પૂનમે જાવીદખાન વિરૂધ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here