સુરતમાં નબીરાઓનું બેફામ ડ્રાઈવિંગ, પૂરપાટ ઝડપે કાર હંકારતાં બે લોકોનાં મોત

  0
  97

  સુરતમાં હાલમાં જ કરોડપતિ નબીરાઓમાં ડ્રગ્સનું દૂષણ સામે આવ્યું છે. હાલ આ કિસ્સો હજુ શાંત પડ્યો નથી, ત્યાં સુરતમાં કરોડપતિ નબીરાઓ રાત પડતાં જ પોતાની મોંઘીદાટ કારોમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની જેમ ગાડીઓ દોડાવવામાં કાર રેસ કરવામાં આવી રહી છે. જેમાં પીપલોદ રોડ પર પૂરપાટ કાર દોડાવી બે લોકોનાં ભોગ લીધઘો હતો.

  સુરતનાં પીપલોદ રોડ પર બેફામ ગતિએ કાર હંકારતાં યુવાને રસ્તો ક્રોસ કરતાં બે યુવકોને ઉડાવી દીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જ્યારે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને આ મામલે કારચાલકની શોધખોળ કરવા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.

  આ ઉપરાંત સુરતના વેસુ વિસ્તારમાં બેફામ વોલ્વો ગાડીને ચલાવતાં નબીરાએ પૂરપાટ સ્પીડે જતાં કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ સુરતના યુવાનોમાં ડ્રગ્સના દૂષણ સાથે કાર રેસિંગનું દૂષણ પણ ઘૂસી ગયું છે. તેવામાં જોવાનું રહેશે કે, બરબાદ થયેલાં આ સુરતના કરોડપતિ નબીરાઓ પર પોલીસ ક્યારે સકંજો કસે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here