સુરતમાં બહારથી આવતા લોકોમાંથી સરેરાશ દસ ટકા કોરોના પોઝિટિવ, કુલ કેસના 60 કેસ તો માત્ર ડાયમંડ અને ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાં

0
34

સુરત સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાયો છે. લોકડાઉન ખુલતા રાજ્ય બહારથી આવતા શ્રમિકોમાં કોરોના પોઝીટીવ કેસો મળી રહ્યા છે. કોરોનાના કેસમાંથી ૬૦ ટકા સુરતના મુખ્ય બે ઉદ્યોગ ડાયમંડ અને ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગમાંથી પ્રતિદિવસ આવી રહ્યા છે. સુરતના વાલાક પાટિયા અને સવજી કોરાટ ચેકપોસ્ટ પર બહારથી આવતા લોકોમાંથી પણ સરેરાશ દસ ટકા કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે.

આવામાં કોર્પોરેશને કોરોના સામેની ગાઇડલાઇનના પાલન અને અમલીકરણમાં કડકાઇ દાખવી છે. જે સોસાયટીઓમાં એક થી વધુ કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે ત્યાં ખાસ કોબિંગ સ્ટ્રેટેજી પાલિકા વિભાગ દ્વારા અપનાવવામાં આવી રહી છે. તો સુપર સ્પ્રેડરને શોધી કાઢવા રેપીડ ટેસ્ટની કામગીરી પ્રતિદિવસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here