સુરતમાં યુપીવાસી યુવાનને નાના ભાઇએ પેટમાં લાત મારતા આંતરડા ફાટી જવાથી મોત

0
90

સચિન વિસ્તારમાં રહેતા યુપીવાસી યુવાનને તેના પિતરાઇએ પેટમાં લાત મારતા સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ટુંકી સારવાર બાદ મોત થયું હતું.

સચિન વિસ્તારની સિમેન્ટ ફેકટરીમાં રહેતો શ્રમજીવી સતેન્દ્ર બાલ કરણસિંહ (ઉ. વ. 25) ગત રોજ બારડોલી ખાતે રહેતા હમવતની શિવમસીંગને ત્યાં ગયો હતો અને પેટમા દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ જતા આંતરડા ફાટી ગયા હોવાથી ગંભીર ઇજા હોવાનું જણાવી તેને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ સતેન્દ્રનું મોત થયું હતું. 

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં સતેન્દ્રને તેના નાના ભાઇએ પેટમાં લાત મારતા આંતરડા ફાટી ગયા હોવાનું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here