સુરતમાં IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બે યુવકોને ઝડપી લેવામાં આવ્યાં

0
60

દુબઈમાં રમાતી ક્રિકેટ લીગ IPLની મેચ પર સટ્ટોડિયાઓ દ્વારા હવે ઓનલાઈન સટ્ટો રમાતો હોવાનું સામે આવી રહ્યું છે. રાજસ્થાન રોયલ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન વેબસાઇટ પર બુકી પાસેથી આઇડી-પાસવર્ડ મેળવી સટ્ટો રમતા બે યુવકોને ઝડપી લઈ તેમની પાસેથી 27 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બાતમીના આધારે ઝડપાયા
ખટોદરા પોલીસે બાતમીના આધારે અલથાણના શીવ અર્પણ રેસીડન્સીના પાર્કિંગમાં રેડ કરી જય જગદીશ પટેલ (ઉ.વ. 30 રહે. ડી 204, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, અલથાણ કેનાલ રોડ) અને રવિ ધીરૂભાઇ પટેલ (ઉ.વ. 30 રહે. બી 301, શીવ અર્પણ રેસીડન્સી, અલથાણ) ને ઝડપી પાડયા હતા.

બે સટ્ટોડિયા વોન્ટેડ જાહેર
પોલીસે બંનેની અંગ જડતી કરતા જય પાસેથી રોકડા 3 હજાર અને રવિ પાસેથી 4 હજાર મળી આવ્યા હતા. આ રોકડ તેમણે ઓનલાઇન સટ્ટામાં જીતી હોવાની કબૂલાત કરતા પોલીસે રોકડ અને એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ 27 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ જય અને રવિની ધરપકડ કરી હતી. જયારે ચિરાગ અને બંટીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here