સુરત: ઉધનાના સરસ્વતી ક્લાસીસમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યાનો વિડીયો વાઈરલ

0
64

કોરોના મહામારીના કારણે હાલ સ્કૂલો અને કોલેજો બંધ જ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકારે ખાનગી ટ્યુશન ક્લાસિસ પણ શરૂ કરવાની મંજૂરી આપી નથી. તેમ છતાં પણ ઉધનાના ગાયત્રીનગરમાં સરસ્વતી ક્લાસીસમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યાનો વિડીયો વાઈરલ થયો છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે .

એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ સુરતમાં કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ગાયત્રીનગરમાં સરસ્વતી ક્લાસીસમાં ટ્યુશન કલાસ શરૂ કરી દેવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 

વિડીયો પ્રમાણે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વગર નજીક બેસાડવામાં આવ્યા છે. જેને જોતા લાગી રહ્યું છે કે જાણે ટ્યુશન ક્લાસીસના સંચાલકોને જાણે કોરોના નડતો જ નથી. 

સંચાલકો જાણે થોડા પૈસા કમાવા માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને સરેઆમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. જોવા જેવી બાબત એ છે કે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં વાલીઓ પણ પોતાના બાળકોને ટ્યુશન ક્લાસીસમાં મોકલી રહ્યા છે. જો કદાચ કોઈ એકને પણ કોરોના થાય તો ત્યારબાદની પરિસ્થિતિની જવાબદારી લેશે કોણ તે તો હવે આવનાર સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here