સુરત: કતારગામમાં ફટાકડાની લારીમાં આગ લાગતા નાસભાગ

0
25

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામમાં લલીતા ચોકડી પાસે રહેતા સોનુભાઈ જયસ્વાલ સોમવારે રાત્રે કતારગામમાં કંટારેશ્વર મહાદેવના મંદિર પાસે લારીમાં ફટાકડા વેચતા હતા. જોકે અચાનક કોઈ કારણસર ફટાકડાની લારીઓમાં આગ લાગી જતા ફટાકડા ફૂટવા લાગ્યા હતા. જેના લીધે ત્યાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. 

આ અંગે ફાયર ઓફિસરને જાણ થતા ફાયર જવાનો અને કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને અડધોથી પોણો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જેના લીધે આજુબાજુની દુકાનો બચી ગઇ હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here