સુરત: ખટોદરામાં રોડની સાઈડે સૂતેલા યુવાનને ટેમ્પાએ અડફેટે લેતા મોતને ભેટ્યો

0
50

ખટોદરામાં રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલમાં ગરમીમાં રાહત મેળવવા માટે રોડની સાઇડ પર સૂતેલા યુવાનને આજે સવારે ટેમ્પાએ કચડી નાખતા મોતને ભેટ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ બમરોલી રોડ પર ગોવાલક રોડ પાસે રામનગરમાં રહેતા 35 વર્ષીય ટૂંકના ઉધયનાથ ગોડ ખટોદરા વિસ્તારમાં રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલમાં સંચા ખાતામાં કામ કરતો હતો. ગઈકાલે તેની નાઈટ ડ્યુટી હતી. જોકે ગત મોડી રાત્રે ગરમીમાં રાહત મેળવવા માટે ખાતાની બહાર તે સૂઈ ગયો હતો. તે સમયે રિવર્સમાં આવતા ટેમ્પાએ તેને કચડી નાખતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે તરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. 

તે મૂળ ઓરિસ્સા ગંજામના વતની હતા અને તે સંચા ખાતામાં કામ કરતા હતા. જોકે તેણે કોરોનાના લીધે તેના પરિવારના સભ્યોને વતન મોકલી આપ્યા હતા આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here