સુરત: ખાનગી હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીથી સિંગણપોરની મહિલાનું મોત થયાનો આક્ષેપ

0
96

સિંગણપોર મહિલાની તબિયત બગડતા પાંચ દિવસ પહેલા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જોકે તેમના પરિવારે ખાનગી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની બેદરકારીને લીધે તેમનું મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ મળેલી માહિતી મુજબ સિંગણપોર વિસ્તારમાં રહેતા 58 વર્ષીય ઉમાબેન પરમારને અવ હદયની તકલીફ હોવાથી રામપુર ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

બાદમાં પાંચ દિવસ પહેલા તેમની તબિયત બગડતા સારવાર માટે ફરી તેજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ગઈકાલે રાત્રે તે મોતને ભેટ્યા હતા જ્યારે ઉંમાબેન ના પતિ સહિત પરિવારના સભ્યોએ કહ્યું હતું કે વિનસ હોસ્પિટલ ના સ્ટાફે જે દવા આપવાની ન હતી શકાતી આપી હતી.

ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી તેમનું મોત થયુ હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં કહ્યું કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જેથી અન્ય દર્દી સાથે આવું ના થાય એવું પણ કહ્યું હતું.

વિનસ હોસ્પિટલ ચીફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ડોક્ટર નીરજભાઈ પટેલે કહ્યું હતું કે ઉમા બેન ને હૃદયની તકલીફ હતી તેનું હૃદય 20થી 25 ટકા જેટલું ચાલતું હતું. ત્રણ દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા પણ તેને ફરી હદયની તકલીફ થતાં અચાનક ધબકારા બંધ થઈ ગયા હતા તેથી ડોક્ટરોની ટીમે તરત પંપ કરી સારવાર કરતા ફરી હદય ધબકવા લાગ્યું હતું. 

બાદમાં થોડા સમય પછી બંધ થઈ ગયું હતું મારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફે તેને યોગ્ય સારવાર આપી છે. તેમના પરિવારજનો ખોટા આક્ષેપ કરે છે.

સ્મીમેર હોસ્પિટલમાં ઉમાબેનનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડૉક્ટરે કહ્યું કે તેમના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ તેમના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here