સુરત: તરૂણી સાથે દુષ્કર્મ કરી પીડીતાના ભાઈને ફેસબુક પર ધમકી આપનારની ધરપકડ

0
34

– દુષ્કર્મના કેસમાં જામીન ઉપર છૂટેલા જયદિપસિંહ ઉર્ફે ભેમો ઉપરાંત તેના બે મિત્રો ચેતનસિંહ રાજપુત અને વિશ્વરાજસિંહ રાજપુતે પણ ફેસબુક ઉપર ધમકી આપી હતી

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવકની સગીર બહેનનું અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમે છ માસ અગાઉ જામીન પર છુટ્યા બાદ તેના બે મિત્રો સાથે મળીને ફેસબુક ઉપર યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કતારગામ પોલીસે આ બનાવમાં દુષ્કર્મ આચરી ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને સાડી પર સ્ટોન ચોટાડવાની મજુરી કામ કરતા મહેશભાઈ ( નામ બદલ્યું છે ) ની 17 વર્ષીય પુત્રીનું જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત અપહરણ કરી પાટણના મોટારામણદા ગામે લઈ ગયો હતો અને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં મહેશભાઈની પત્નીએ ફરિયાદ નોîધાવતા પોલીસે દુષ્કર્મ-અપહરણનો ગુનો નોંધી જયદિપસિંહની ધરપકડ કરી હતી. જયદિંપસિંહ ગત 7 એપ્રિલના રોજ જામીન પર છુટ્યો હતો. જોકે, જામીન ઉપર છૂટ્યા બાદ જયદિંપસિંહે તરૂણીના ભાઈને ફેસબુક ઉપર હું તો સાચો હતો ત્યારે નિર્દોષ સાબિત થઈ બહાર આવી ગયો છું, હવે પછી મારા સમાજની ઈજ્જત કાઢવા બદલ તને ખબર પડશે તેવો મેસેજ કર્યો હતો. ત્યારબાદ તેણે ફેસબુક ઉપર જ તેને અવાર નવાર ધમકી આપી હતી. જયદિંપસિંહ બાદ તેના બે મિત્રો ચેતનસિંહ રાજપુત અને વિશ્વરાજ રાજપુતે પણ ધમકી આપી હતી.

ગત 23 મેના રોજ જયદિંપસિંહે ફેસબુક ઉપર મેરી લાઈફ કે દો હી દુશ્મન હે જીસને મેરી લાઈફ બરબાદ કી હે, કાકા ઓર ભત્રીજા. તુ મારી તૈયારીમા રહેજે થોડા દિવસમાં સુરત આવી રહ્યો છું, જેના લીધે કુદે છે તેને પણ સાથે લેતો આવજે તેવી અવાર નવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તરૂણીના ભાઈએ જયદિપસિંહ અને તેના બે મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસે આ બનાવમાં ગતસાંજે ડ્રાઈવીંગનું કામ કરતા 26 વર્ષીય જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત ( રહે.મોટારામણદા ગામ, જી.પાટણ ) ની ધરપકડ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here