સુરત: પશ્ચિમ રેલવેની ભુજ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે નવેમ્બર માસમાં ડેઇલી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન

0
96

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભુજથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવશે. વિભાગીય રેલ્વે મેનેજરના જણાવ્યા મુજબ આ ટ્રેન નવેમ્બર સુધી ભુજથી રોજ બાંદ્રા ટર્મિનસ દોડાવાશે.

ભુજ- બાન્દ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન (09456) ભુજથી દરરોજ 20:15 કલાકે દોડશે અને બીજા દિવસે 11:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. વળતામાં બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ (09455)  બાંદ્રા ટર્મિનસથી દરરોજ સાંજે 17:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:50 વાગ્યે ભુજ પહોંચશે. 

બંને દિશામાં ટ્રેન ગાંધીધામ, સામખિયાળી, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ એસી, 2 એસી, 3 એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ હશે.

ફેસ માસ્ક ધારણ કરવું અને સામાજિક અંતર જાળવવું અને નિર્ધારિત સમયના 1.30 કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવા જેવી ભારત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવાની મુસાફરોને વિનંતી કરવામાં આવી છે. તમામ મુસાફરો આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર તા.06 નવેમ્બરથી ટ્રેન (09456-09455)નું બુકિંગ શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here