સુરત: પ્રતિબંધિત વિદેશી સિગારેટના જથ્થા સાથે દુકાનદારની અટકાયત

0
112

ઇન્ડોનેશીયા અને કોરીયાની સિગારેટ દુકાનમાંથી મળી, બોક્સ ઉપર સ્વાસ્થયને હાનિ અંગેની ચેતવણી પણ ન હતી

અલથાણ પોલીસ ચોકી નજીક મમતા ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડી પોલીસે પ્રતિબંધીત ગણાતી વિદેશી સિગારેટના રૂ.14,340ના જથ્થો ઝડપી પાડી દુકાનદાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખટોદરા પોલીસે બાતમીના આધારે અલથાણ પોલીસ ચોકીની સામે મમતા ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડયા હતા. જે અંતર્ગત દુકાનમાં તલાશી લેતા દેશમાં પ્રતિબંધીત ગણાતી ઇન્ડોનેશીયા, કોરીયા અને ડીજેએઆરયુએમ બ્લેક સિગારેટ, ગુડાંગ ગરમ સિગારેટ, એસી લાઇટ, એસી સ્પેશીયલ ગોલ્ડ સિગારેટનો રૂા. 14,340નો જથ્થો મળી આવ્યો હતો. 

ઉપરોકત સિગારેટના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા અને તેના બોક્સ ઉપર સિગારેટનું સેવન કરવાથી સ્વાસ્થયને હાનિ પહોંચે છે તેવી ચેતવણી પણ નહી હોવાથી પોલીસે દુકાનદાર લીલારામ વેલાજી ચૌધરી (ઉ.વ. 29 રહે. 41, સિધ્ધી શેરી, આઝાદનગર, ભટાર રોડ) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here