સુરત: ભાજપાના કોર્પોરેટરે ખાત મુહૂર્તના નામે ફોટો સેસન કરાવ્યું, ક્યાંય દો ગજ કી દૂરી દેખાય છે? નિયમ માત્ર જનતા માટે

0
129

– ક્યાંય દો ગજ કી દૂરી દેખાય છે? નિયમ માત્ર જનતા માટે

સુરત, તા. 13 ઓક્ટોબર 2020, મંગળવાર

સુરતના અમરોલી વિસ્તારના ભાજપાના કોર્પોરેટર દ્વારા ખાત મુહૂર્તના નામે ફોટો સેસન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્કનો પાઠ ભણાવતા કોર્પોરેટર ઉર્વશી માળી તેમજ માજી કોર્પોરેટર પોતે જ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવાનું ભૂલી ગયા છે.

કોરોના કહેરના કારણે લોકોનું ટોળું એકઠું ન થાય એ માટે મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે અમરોલીના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખાત મુહુર્તના નામે જાણે ફોટોસેશન રાખવામાં આવ્યા હોવાનું ફોટા જોતા લાગી રહ્યું છે . કોર્પોરેટર ઉર્વશી માળી તેમજ માજી કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓ ખાતમુહૂર્તના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે જાણે ચેડા કરી રહ્યા હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.

નેતાઓ હોદ્દેદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ થતો નજરે પડ્યો હતો અને આમ છતાં પ્રશાસને કે પોલીસે આ અંગે વધુ એકવાર પગલા લેવા તો દૂર અટકાવવા માટે પણ કોશિશ કરી નથી કે સ્થળ ઉપર કોઈને ટપાર્યા પણ નહોતા કેટલાક આગેવાનો તો માસ્ક વગર નજરે પડ્યા અને વડાપ્રધાનની અપીલ મુજબ દો ગજ કી દૂરી દેખાઇ નહતી. આ ફોટા પરથી સ્પષ્ટ થાય છે કે નિયમ માત્ર જનતા માટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here