સુરત: વરાછાની મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત

0
60

વરાછા વિસ્તારમાં શનિવારે સાંજે મહિલાએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાતા મોતને ભેટતા ચકચાર મચી જવા પામી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર શિરડી ધામ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય રીનાબેન ધવલકુમાર સાવલિયા શનિવારે સાંજે ઘરમાં રહસ્યમય સંજોગોમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખગોળ હતો. તેથી તેને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, રિયા બેનના પિયર વાળા આક્ષેપ કર્યા હતા કે તેના સાસરિયાવાળાએ તેમના પર ત્રાસ ગુજ્યાર્યો હશે અને અમને એવું લાગે છે કે એ કારણે તેમણે આ પગલું ભર્યું હશે. જોકે તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. તેમની બે સંતાન છે. તેમના પતિ જમીન દલાલ છે. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here