સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાથી મોત

0
69

– કાર રેસર કોરોના સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં મૃત્યુ થયું

જિલ્લાના પનોતા પુત્ર અને વિશ્વપ્રસિધ્ધ હિમાલય કારરેલીસ્ટના ચાલક ભરતભાઈ દવેનું રાજકોટ સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યાં હતાં તે દરમ્યાન રસ્તામાં જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. 

જ્યારે પ્રાથમિક તપાસમાં તેઓ કોરોનાથી સંક્રમીત થયાં હતાં અને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતાં તે દરમ્યાન રસ્તામાં જ ઓક્સીજન ખુટી જતાં મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરતભાઈ દવેએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાર રેસમાં ભાગ લઈ પાંચ વખત ચેમ્પીયન બની સમગ્ર ઝાલાવાડ અને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું હતું. તેઓ રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરાના ભાઈ થતાં હતાં તેઓના અચાનક અવસાનથી સમગ્ર ઝાલાવાડમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here