સુશાંતના હત્યારાઓને બોલીવૂડની ડ્રગ કાર્ટેલ સાથે ઊંડો સંબંધ : શર્લિન ચોપરા

0
86

બોલીવૂડ અભિનેત્રી અને ‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક શર્લિન ચોપરાએ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સામે આવેલા ડ્રગ્સ એંગલ પછી જે વિસ્ફોટક  બયાનો આપ્યાં છે તેને પગલે હોબાળો મચી ગયો છે. એક તરફ આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ તપાસ હાથ ધરી છે ત્યારે બીજી તરફ શર્લિન ચોપરા બોલીવૂડની પોલ ખોલી રહી છે.

કહેવાની જરૂર નથી કે બોલીવૂડના માંધાતાઓને નશીલા પદાર્થો પૂરાં પાડવાાં ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની કવાનનું નામ સંડોવાયું છે. વર્ષ ૨૦૧૮માં સશરૂ થયેલી ‘મી ટૂ’ ઝૂંબેશ દરમિયાન પણ આ કંપનીનું નામ સામે આવ્યું હતું. તે વખતે શર્લિને કવાનના ટેલેન્ટ મેનેજર અને સહસંસ્થાપક અનિર્બન બ્લા પર ચાર મહિલાઓ સાથે જાતિય ગેરવર્તણુંક કરવાનો આરોપ મૂક્યો હતો તેથી તેમને નોકરીમાંથી તગેડી મૂકવામાં આવ્યા ંહતાં અને હવે ડ્રગ્સ કેસમાં આ કંપનીનું નામ સંડોવાતા શર્લિને કહ્યું હતું કે એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીનું નામ નશીલા પદાર્થોની લેતી દેતી સાથે જોડાય તે કેટલું શરમજનક ગણાય. તેણે એટલે સુધ્ધાં કહ્યું હતું કે હવે ભલે અનિર્બન અધિકૃત રીતે આ કંપની સાથે સંકળાયેલો નહીં હોય, પણ અનધિકૃત રીતે હોઈ શકે.

શર્લિને વધુમાં કહ્યું હતું કે ડિપ્રેશનના મોટાભાગના કેસો ડ્રગ્સ સાથે સંકળાયેલા હોય છે. ભલે ડ્રગ્સને આપણે ડિપ્રેશન માટેનું એકમાત્ર કારણ ન ગણી શકીએ. તે પોતાની વાતને વિસ્તારપૂર્વક સમજાવતાતં કહે છે કે ડ્રગ્સ બે પ્રકારના હોય છે. એક, જે તે વ્યક્તિને ઉત્તેજિત કરે છે અને બીજું તેને ઉદાસ- સુસ્ત કરી નાખે છે. ઉત્તેજિત કરનારા નશીલા પદાર્થોથી આપણું ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે, જ્યારે સુસ્ત કરનારા નશીલા પદાર્થોથી આપણું ચેતાતંત્ર નિષ્ક્રિય જેવું થઈ જાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ બંનેમાંથી જે ડ્રગનું વારંવાર સેવન કરે તેનું શરીર તે નશીલા પદાર્થનું આદિ બની જાય છે અને તે મુજબ જ વર્તે છે. આમ તેના દિલોદિમાગમાં ચોક્કસ પ્રકારના વિચારો છવાઈ જાય છે. આ વિચારો તેના મનમગજનો કબજો લઈ લે છે તેથી તેમને સર્વત્ર પોતાના આ વિચારોનો જ પડઘો પડતો હોય એવું લાગે છે.

આ સાઈકલ તોડવા જે તે વ્યક્તિએ પોતાના મગજો તેમાંથી બહાર લાવવા તૈયાર કરવું પડે છે. પરંતુ જ્યારે નશીલા પદાર્થોની લત લાગી જાય ત્યારે તેને માટે આમ કરવું મુશ્કેલ બને છે અને તેને પોતાના માટે ડ્રગ્સ ન મળે ત્યારે તે ડિપ્રેશનમાં આવી જાય છે. લાંબા સમય સુધી કોઈ અસુખમાં રહે ત્યારે તેને હતાશા આવવાની જ.

જોકે તે તરત જ ઉમેરે છે કે ડિપ્રેશનનું એકમાત્ર કારણ નશીલા પદાર્થોની લતને ન ગણી શકાય. ડિપ્રેશન આવવા માટે બળાત્કાર જાતીય શોષણ, સામાજિક રીતે ખુલીને વાત કરવાની અક્ષમતા, આત્મવિશ્વાસનો અભાવ, કોઈક બાબતે ડર કે ભય જેવી ઘણી બાબતોને કારણે કોઈ લાંબા સમય સુધી ચિંતામાં રહે કે લાચારી અનુભવે ત્યારે તે હતાશામાં સરી પડે છે. શર્લિનના મતે બોલીવૂડ ડ્રગ પેડલરોનો હાથો પર્યાય બની ગયો છે.

તે મોટા ડ્રગ પેડલરો, સપ્લાયરો, ડિલરો અને ગ્રાહકો વચ્ચેની કડી છે. તે કહે છે કે બોલીવૂડ હવે એટલું ગંદુ થઈ ગયું છે કે તેમાં ડ્રગ્સ, નેપોટિઝમ, કાસ્ટિંગ કાઉચ, વંશવાદ, સ્ત્રીદોષ જેવા કીડા ખદબદે છે.   તે એમ પણ કહે છે કે જો બોલીવૂડમાં આ સાફસફાઈ નહીં થાય તો આગામી પેઢી માટે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું મુશ્કેલ બની જશે. શર્લિનને એમ પણ લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતના હત્યારાઓને બોલીવૂડની ડ્રગ કાર્ટેલ સાથે ઊંડો સંબંધ છે. તેણે ઉમેર્યું હતું કે એનસીબી નશીલા પદાર્થો સાથે સંકળાયેલા બોલીવૂડના મોટા માથાઓને જલદી જ પકડી પાડશે એવી મને આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here