સુશાંત સિંહ કેસઃ ફિલ્મ નિર્દેશક દિનેશ વિજનના ઘરે ઈડીનો દરોડો

0
59

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના પ્રકરણમાં ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)દ્વારા ફિલ્મ ડાયરેક્ટર દિનેશ વિજનના ઘરે દરોડો પાડવામાં આવ્યા છે.

ફિલ્મ રાબ્તામાં સુશાંતે કામ કર્યુ હતુ અને તેનુ નિર્માણ દિનેશ વિજેને કહ્યુ હતુ.આ ફિલ્મ માટે સુશાંતને કરવામાં આવેલુ પેમેન્ટ સવાલોના ઘેરામાં છે અને ઈડી દ્વારા તેની તપાસ થઈ રહી છે.આ સંદર્ભમાં અગાઉ ઈડી બે વખત પૂછપરછ કરી ચુકી છે.ઈડી દ્વારા સુશાંતને અપાયેલી સાઈનિંગ એમાઉન્ટના ડોક્યુમેન્ટ અને બીજી જાણકારી માંગવામાં આવી હતી.

સુશાંતનુ એકાઉન્ટ સંભાળનાર શ્રુતિ મોદી અને ઉદય સિંહની પણ ઈડીએ પૂછપરછ કરી હતી.જોકે ઈડીની તપાસમાં હજી સુધી રિયા ચક્રવર્તી કે અન્ય કોઈ સાથે કોઈ સંદિગ્ધ ટ્રાન્ઝેક્શન થયુ હોવાનુ બહાર આવ્યુ નથી.

દિનેશ વિજને રાબ્તાનુ નિર્દેશન કર્યુ હતુ.જોકે 2017માં રિલિઝ થયેલી આ ફિલ્મ ફ્લોપ પૂરવાર થઈ હતી.સુશાંત સામે કૃતિ સેનન હિરોઈન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here