નવા વર્ષના પ્રારંભે ‘તિથિ’નું રસપ્રદ ખગોળ વિજ્ઞાાન
– કૃતિકા નક્ષત્રમાં ચંદ્રનો પ્રવેશ નહીં થતા આવ્યો ‘ધોકો’, સૂર્ય – ચંદ્ર અને પૃથ્વીની સમાંતર ગતિમાં તાલમેલ જાળવે છે
ખગોળ શાસ્ત્ર ઉપર આધારીત નક્ષત્રોનું અદ્ભુત વિજ્ઞાાન નવા વર્ષના આગમન સાથે જોડાયેલું રહ્યું છે. આકાશમાં સુર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિના તાલમેલ જળવાય રહે. તે પ્રમાણે તિથિ બદલાતી રહે છે. જ્યારે ચંદ્ર – પૃથ્વીથી દૂર હોય ત્યારે તિથિ બેવડાય છે અને નજીક હોય ત્યારે તિથિનો ક્ષય થાય છે. તેમ જાણીતા ખગોળ શાસ્ત્રી જે.જે. રાવલે જણાવી સૂર્યથી ચંદ્ર ૧૩ ડિગ્રી દૂર જાય ત્યારે તિથિ બદલાતી હોવાનું જણાયું હતું.
વિક્રમ સંવત ૨૦૭૬ની વિદાય બાદ ધોકા અર્થાત પડતર દિવસ પાછળનું ખગોળ વિજ્ઞાાન સમજાવી તેઓે જણાવ્યું હતું કે, જ્યારે કૃતિક નક્ષત્રમાં ચંદ્રનો પ્રવેશ નથી થતો. ત્યારે ‘ધોકો’ આવે છે. આ ‘ધોકો’ને કારણે પૃથ્વી – ચંદ્ર અને સુર્યની ગતિ વચ્ચે તાલમેળ જાળવવામાં આવે છે.
જાણીતા ખગોળવેતા આર્ય ભટ્ટે પાંચમી – છઠ્ઠી સદીમાં સુર્યોદય વખતે તિથિ બદલવાનું સુચન કર્યું હતું. પરંતુ દેશ – દેશાવરમાં સુર્યોદયનો સમય અલગ – અલગ હોવાથી રાત્રિના ૧૨ વાગ્યા બાદ દિવસ બદલાય છે. રાજકોટમાં યુનિ. ખાતે સુર્ય, ચંદ્ર, પૃથ્વી અને નક્ષત્ર- રાશિના અભ્યાસ માટે આગામી દિવસોમાં એસ્ટ્રો ફિઝીકસ ઇન્સ્ટીટયૂટ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે, યુનિ.માં એસ્ટ્રો ફિઝીકસના અભ્યાસ માટે ઇન્સ્ટીટયૂટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ખગોળ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ટુંક સમયમાં જ તક મળશે.
ભારત દેશમાં અગાઉ ઉજ્જૈનમાં થતા સુર્યોદયના આધારે પ્રમાણિત સમયની ગણત્રી થતી હતી. તેના બદલે હવે અલ્હાબાદના સુર્યોદય આધારીત દિવસને પ્રમાણિત સમય તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેમ જણાવી તેઓએ સુર્ય – ચંદ્ર અને પૃથ્વીની ગતિના અભ્યાસ માટે દેશમાં અત્યારે હૈદ્રાબાદ ખાતે ઇન્સ્ટીટયૂટ કાર્યરત છે. એસ્ટ્રોફિઝીકસ અને એસ્ટ્રોનોમીના અભ્યાસ માટે ગુજરાતે અગ્રેસર બનવાની જરૂર છે. તેવી હિમાયત કરી હતી.