સેટેલાઇટના કોન્સ્ટેબલના ઘરમાથી ઝડપાયો વોન્ટેડ આરોપી, ચાલતું હતું મોટું જુગારધામ

0
62

અમદાવાદમાં શાહીબાગ પોલીસે માધુપુરા પોલીસ લાઈનમાંથી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ જુગાર શહેરના જ એક પોલીસકર્મીના ઘરમાં તેનો જ સગો ભાઈ રમાડતો હતો. હાલ પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરની માધુપુરા પોલીસ લાઈનમાં જુગાર રમાતો હોવાની બાતમી શાહીબાગ પોલીસને મળી હતી હતી. પોલીસે જુગાર રમાતા ઘરમાં રેડ કરી અને જુગાર રમતા 8 આરોપીની ધરપકડ કરી. આરોપીની ધરપકડ કરીને પોલીસે 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીતિન સિંદે નામના હેડ કોન્ટેબલના નામનું ઘર હતું. જ્યાં જુગાર રમાતો હતો અને જુગાર રમતા પકડાયેલ આરોપી પૈકી રાજેશ સીંદે પોલીસકર્મી નીતિન સીંદેનો સગો ભાઈ છે. મકાનનું રિપેરીંગનું કામ ચાલુ હોવાને કારણે મકાનની ચાવી પોલીસકર્મીએ પોતાના ભાઈને આપી હતી. અને હેડકોન્સ્ટેબલના ભાઈએ આ ઘરને જ જુગારનો અડ્ડો બનાવી દીધો હતો. ત્યારે અમદાવાદના એરપોર્ટ રોડ પર આવેલ જાણીતી હોટલ સીમરન ફાર્મનો મલિક અયુબખાન પઠાણ પણ આ કેસમાં પોલીસ ગિરફતમાં આવ્યો છે. અયુબ ખાન પઠાણ અગાઉના જુગારના કેસમાં પણ વોન્ટેડ હતો જેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ મકાનમાં કેટલા સમયથી જુગાર રમાતો હતો અને પોલીસકર્મી નીતિન સીંદેની ભૂમિકા હતી કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ અયુબની હોટલ સીમરનમાં અનેક પોલીસ અધિકારીઓ પણ જમવા આવતા હતા. જેના કારણે અગાઉ જ્યારે પણ રેડ થતી અને તેમાં આયુબની સંડોવણી હોય તો રેડમાં અયુબનું નામ આવતું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here