સેનેટાઇઝરનો ધીકતો ધંધો બ્રાન્ડેડ કંપનીઓને સીધો લાભ

    0
    21

    – 300 જેટલી કંપનીઓ હેન્ડ સેનેટાઇઝર બનાવી રહી છે

    – નિવ્યા, ઇમામી, સિપ્લા જેવી મોટી કંપનીઓે પણ ચડતા બજારનો લાભ ઉઠાવી રહી છે

    જમતા પહેલાં કે બહારથી આવ્યા પછી હાથ સાફ કરવા જેવી પાયાની સ્વચ્છતાને લોકો બહુ ગણકારતા નહોતા પરંતુ કોરોનાએ દરેકને સીધા કરી નાખ્યા છે. લોકો ધરમાં તો ઠીક પોતાના ખિસ્સામાં સેનેટાઇઝર રાખતા થઇ ગયા છે. સેનેટાઇઝરનો વપરાશ એટલા મોટા પાયે વધ્યો છે કે અનેક બ્રાન્ડેડ કંપનીઓ તેનું મેન્યુફેક્ચરીંગ કરી રહી છે.

    નાના-મોટાપાયે થઇને ૩૦૦ જેટલી કંપનીઓ હેન્ડ સેનેટાઇઝર બનાવી રહી છે. મોટી કંપનીઓ જેવી કે પાર્લે બિસ્કીટવાળાએ પણ હેન્ડ સેનિટાઇઝરના માર્કેટમાં ઝંપલાવ્યું હતું. કોરોનાના કારણે હેન્ડ સેનિટાઇઝરનું માર્કેટ પાંચ ગણું વધ્યું હતું. જેમ પાર્લેેએ તેજીના માર્કેટનો લાભ ઉઠાવ્યો હતો એમ કેટલીક ફાર્માસ્યુટીકલ કંપનીઓએ પણ પોતાની બા્રન્ડ અને માર્કેટીંગનો ઉપયોગ કરીને સેનેટાઇઝર બજારમાં મુક્યા હતા. માત્ર પાર્લે નહીં પણ તૈયાર કપડાંઓની બ્રાન્ડ, એફએમસીજી બ્રાન્ડ સાથે સંકળાયેલી ટોપની કંપનીઓએ પણ સેનેટાઇઝર બનાવવા લાગ્યા હતા. કોરોના કારણે મોટાભાગના ધંધા -વેપાર મંદીમાં સપડાઇ ગયા છે જ્યારે સેનેટાઈઝર અને  મેડિકલ ઇક્વિપમેન્ટ જેવા ધંધામાં તેજી જોવા મળતી હતી. 

    સેનેટાઇઝર બનાવવામાં કોઇ ધાડ નહોતી મારવાની પરંતુ મોટી કંપનીઓ જાહેરાતના જોરે અને કંપનીના બ્રાન્ડીંગના જોરે સેનેટાઇઝર વેચતી હતી. હાથ ઉપર રહેલા બેક્ટેરિયાને મારવા અને ડસ્ટ પાર્ટીકલને પેટમાં જતા અટકાવવા માટે હાથ ઉપર સેનેટાઇઝર ઘસવું જરૂરી બની જાય છે. માર્કેટીંગ કરનારાઓ સેનેટાઇઝર વધુ વપરાય એટલે હાથને ઉપર નીચે સાફ કરવા અને ઠેઠ કોણી સુધી તે લાગાડવાનો આગ્રહ કરતા હતા.     

    તેજીના માર્કેટનો લાભ દરેક ઉઠાવે તે સ્વભાવિક છે પરંતુ તેમાં ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવનારાઓ પણ ઘૂસી ગયા હતા. આવા લોકો માત્ર લીલું પાણી સેનેટાઇઝર તરીકે વેચતા હતા. ભારતમાં ડુપ્લીકેટ માલ બનાવનારાઓની સંંખ્યા મોટી છે.  આવા લોકો માર્કેટમાં રહેલી ઉતાવળનો લાભ ઉઠાવતા હોય છે. લોકોના આરોગ્ય સાથેના ચેડાં તેમના માટે સામાન્ય વાત બની ગઇ છે. કોરોના કાળમાં અનેક લોકો પકડાયા હતા અને તેમના લાખો રૂપિયાના માલને નાશ કરાયો હતો. લોકો પોતાના ખિસ્સામાં પોકેટ સેનિટાઇઝર રાખતા થઇ ગયા હતા અને ઘેર તે રિફીલ કરવા એકાદ લિટરના સેનેટાઇઝરની બોટલ રાખતા થઇ ગયા છે. જે સેનેટાઇઝરનો બિઝનેસ માંડ ૬૦ કરોડનો હતો તે ૩૦૦ કરોડ પર પહોંચી ગયો છે. જે હજુ વિસ્તરશે કેમકે કોરોના વિસ્તરતો જાય છે.

    પારલે બિસ્કીટ બનાવનારાઓએ એમ કહ્યું હતું કે બિસ્કીટ બનાવતી વખતે સુગર પ્રોસેેસ કરાય છે અને તે દરમ્યાન વખતે ઇથાઇલ આલ્કોહોલ કે ઇથેનોલ બાય પ્રોડક્ટ તરીકે બહાર આવે છે. સેનેટાઇઝર બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ થાય છે. કંપનીની દલીલ એવી છે કે ઇથેનોલ તો અમારી બાય પ્રોડક્ટ છે. જેના કારણે અમે આસાનીથી સનેટાઇઝર બનાવી શકીએ છીએ.

    જે કંપનીઓ જથ્થાબંધ સેનેટાઇઝર બનાવે છે તેમને ઉત્પાદન કોસ્ટ સસ્તી પડે છે. મોટી ઓફિસો અને મંદિરોમાં તેમજ હોસ્પિટલોમાં સેનેટાઇઝર મોટા પાયે વપરાય છે. લોકો પોતાની મેળે સેનેટાઇઝર લઇ  શકે એવા સંશોધનો પણ થયા છે. મોટા સ્થળો પર પાંચ લીટરના કેરબા વપરાય છે.

    પ્રાઇવેટ કંપનીઓ માને છેકે કોરોના અને તે પ્રકારના વાઇરસ આધારીત રોગો લાંબો સમય ચાલી શકે છે એટલે સેનેટાઇઝરનું માર્કેટ પણ પુરપાટ દોડવાનું છે. જોકે માર્કેટના નિષ્ણાતો માને છે કે બહુ લોકો સેનેટાઇઝેશનના માર્કેટમાં ઝંપલાવશે તો પ્રોફીટનો માર્જીન ઘટી શકે છે.

    લોકો સ્વચ્છતાના આગ્રહી બનતા જાય છે. સનેટાઈઝરનો ઉપયોગ પણ વધારતા જાય છે. પોક્ેટ સેનેટાઇઝરનો વપરાશ વધ્યો છે. લોકો પોતાના ખિસ્સામાં સેનેટાઇઝર રાખતા થઇ ગયા છે. હવે તો તે ફેશન બની ગઇ છે. 

    પર્સનલ હાઇજીન બાબતે પણ લોકોમાં વધી રહેલી જાગૃતિના કારણે હેન્ડ સેનેટાઇઝરનો વપરાશ વધ્યો છે. જે ચીજનો વપરાશ વધે તે તરફ કંપનીઓ ખેંચાય છે. સેનેટાઇઝર બનાવવાની પ્રોસેસ બહુ અટપટી નથી. પારલે વાળાએ કહ્યું હતું કે ઇથાઇલ આલ્કોહોલ હોય એેટલે બાકીનું કામ આસાન બની જાય છે. નિવિયા, ઇમામી, સિપ્લા જેવી મોટી કંપનીઓેએ પણ ચડતા બજારનો લાભ ઉઠાવ્યો છે.જ્યારે ચારે બાજુ સેનેટાઇઝરની ડિમાન્ડ ઉભી થઇ ત્યારે ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવનારાઓ પણ મેદાનમાં આવ્યા હતા. આ લોકો બ્રાન્ડેડ કંપનીઓના સેનેટાઇઝર બનાવતા પકડાયા હતા. કેટલાક લીલું પાણી સેનેટાઇઝરના નામે વેચતા હતા. ટૂંકમાં સેનેટાઇઝરનું બજાર ઉંચું છે અને ધંધો પાંચ ગણો વધ્યો છે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here